Western Times News

Gujarati News

સંસદમાં હોબાળો : ફોન ટેપિંગથી જાસૂસીના આરોપનું કેન્દ્ર દ્વારા ખંડન

પ્રતિકાત્મક

નવી દિલ્હી: પેગાસસ ફોન હેકિંગ વિવાદ પર આશંકા મુજબ જ સોમવારે સંસદમાં ભારે હંગામો થયો. મામલાથી નારાજ વિપક્ષને લોકસભામાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જવાબ આપ્યો. તેમણે આ અંગેના રિપોર્ટ પર આશંકા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, સંસદના ચોમાસું સત્રના એક દિવસ પહેલા પ્રેસ રિપોર્ટસનું આવવું સંયોગ ન હોઈ શકે.

હંગામા વચ્ચે વૈષ્ણવે કહ્યું કે, રવિવારે રાત્રે એક વેબ પોર્ટલ પર ઘણી સનસની ઊભી કરતી સ્ટોરી આવી. આ સ્ટોરીમાં મોટા-મોટા આરોપ લગાવાયા. સંસદના ચોમાસું સત્રના એક દિવસ પહેલા પ્રેસ રિપોર્ટ સામે આવી. આ સંયોગ ન હોઈ શકે.
રવિવારે આંતરાષ્ટ્રીય મીડિયા તરફથી રિલીઝ રિપોર્ટમાં મોટો દાવો કરાયો. તેમાં કહેવાયું હતું કે, ઈઝરાયલના પેગાસસ સોફ્ટવેરની મદદથી ભારતમાં ઘણા નેતાઓ, પત્રકારો અન જાહેર જીવન સાથે જાેડાયેલા લોકોના ફોન હેક કરાયા છે.

રિપોર્ટમાં ૩૦૦ લોકોના ફોન હેક કરવાની વાત કરાઈ છે. આ આરોપોનું સરકારે ખંડન કર્યું. સાથે જ એવું પણ કહ્યું કે, ભારત એક લોકશાહી દેશ છે. અહીં પ્રાઈવસી મૌલિક અધિકાર છે. રિપોર્ટ તદ્દન ખોટો છે. જણાવી દઈએ કે, આજે ચોમાસુ સત્રના પહેલા જ દિવસે વિપક્ષી સાંસદોના વ્યવહારથી વડાપ્રધાન નરેન્દ્ર દુઃખી થઈ ગયા. લોકસભામાં નવા સાંસદોના શપથગ્રહણ સાથે કાર્યવાહી શરુ થઈ હતી. ત્યારપછી વડાપ્રધાન મોદી ઉઠ્‌યા અને પોતાના મંત્રીઓનો પરિચય આપવાની શરુઆત કરી. આ દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો શરુ કરી દેવાતા તેમનું ભાષણ અધુરું રહી ગયું હતું. વિપક્ષોના સતત હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવી પડી હતી.

સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસની શરૂઆત હંગામા સાથે થઈ છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળો સરકારને ખેડૂત આંદોલન, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દે ઘેરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જાેકે વિપક્ષના હુમલાને નિષ્ફળ બનાવવા માટે સરકારે પણ મોટું પ્લાનિંગ કર્યું છે. જાેકે સત્રના એક દિવસ પહેલા હેકિંગ વિવાદના લીધે ચોમાસુ સત્ર ધમાલિયું રહેશે તે નક્કી થઈ ગયું હતું.

વિપક્ષી દળોએ સત્ર શરૂ થતા પહેલા જ સ્થગન પ્રસ્તાવ આપી દીધો હતો અને અનેક મુદ્દે ચર્ચા કરવા માગણી કરી હતી. કોરોના મેનેજમેન્ટ, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સહિત અનેક મુદ્દે સંસદમાં ચર્ચા માટે નોટિસ આપવામાં આવી છે. રાજદ દ્વારા સંસદમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરવા માગ કરવામાં આવી છે. સાંસદ મનોજ ઝાએ નોટિસ આપીને નોટિસ આપીને કોરોનાથી થયેલા મૃત્યુના આંકડાઓ અંગે ચર્ચા કરવા કહ્યું હતું. સવારે ૧૧ઃ૦૦ કલાકે બંને સદનની કાર્યવાહી શરૂ થઈ હતી.

આજે સંસદના મોનસૂન સત્રનો પહેલો દિવસ છે. લોકસભામાં નવા સાંસદોને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા. ભારે હંગામા વચ્ચે વડાપ્રધાને લોકસભાને સંબોધિત કરી હતી અને અનેક દલિત ભાઈ મંત્રી બન્યા તે ખુશીની વાત છે તેમ કહ્યું હતું. જાેકે ભારે હંગામા બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.. લોકસભાની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી. લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસે સદનમાં નવા મંત્રીઓનો પરિચય ન થવા દીધો. ૨૪ વર્ષમાં પહેલી વખત આ જાેવા મળ્યું છે અને આજે સદનની પરંપરા તૂટી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.