Western Times News

Gujarati News

“અમે અમેરિકા જઈને ઓપરેશન કરાવીશું !”

પ્રતિકાત્મક

“અમારી વચ્ચે ઘણી દલીલો થઈ, પણ પછી મારામાં રહેલો ર્ડાકટર જીતી ગયો ! મારી બધી જ નકારાત્મક લાગણીઓ બાજુ ઉપર મુકાઈ ગઈ અને આખરે મેં ઓપરેશન કરવાની હા પાડી !!”

હું કોઈ પણ પરદેશના સર્જનને હલકો પાડવા માગતો નથી પણ આ એક કેસ એવો હતો જેમાં પરદેશનો ર્ડાકટર ગુનેગાર હતો અને ભારતનો ર્ડાકટર તારણહાર હતો !

“આશરે ચારેક દાયકા પહેલાંની આ વાત છે. ભારતમાં સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સાથે સંકળાયેલા ર્ડા. શરદ પાંડે નો એક રસપ્રદ અનુભવ જાણવા જેવો છે ! એ સમયે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ભારતમાં તો પ્રથમ હતું, એશિયાનું પણ પ્રથમ હતું અને આખી દુનિયામાં આ છઠ્ઠું ઓપરેશન હતું. એ સમયે એમની સાથે ભણેલાં એમના એક અંગત મિત્રનો ફોન આવ્યો.

‘શરદ, મારે એક કેસ તારી પાસે લાવવો છે ! એ બાળકની હાલત બહુ જ ખરાબ છે.’ … હું તેને એપોઈન્ટમેન્ટ આપવા જતો હતો ત્યાં જ એણે વચ્ચેથી કહયું ઃ ‘શરદ, પ્લીઝ બને તેટલી જલદી એપોઈન્ટમેન્ટ આપજે !… એમ કર શરદ આજે જ હું એને લઈને આવું છું. પૈસાનો સવાલ નથી. એ લોકો બહુ શ્રીમંત છે !’…..

મેં જયારે એ છોકરાને જાેયો, એના એક્સ-રે જાેયા, બીજા સી.ટી.સ્ક્રેન વગેરે રિપોર્ટ જાેયા તો મારા મનમાં એનું નિદાન પાકું થઈ ગયું હતું. એ બાળકને મેડીઆસ્ટીનલ ટ્યુમર  હતું !

એ બાળક ખૂબ ખાંસી ખાતો હતો અને ખૂબ પીડાતો હતો. આ એનાં લક્ષણ શ્વાસનળી ઉપર દબાવ આપતા ટ્યૂમરને લીધે હતાં. મારું નિદાન એમને જણાવ્યા પછી એ મિત્રે વિનંતી કરી કે મારે એ છોકરાનું બને તેટલું જલદી ઓપરેશન કરવું !

હવે વહેલામાં વહેલું એટલે સોમવારે ઓપરેશન થઈ શકે, પણ એ દિવસે એક ‘ઓપન હાર્ટ સર્જરી’ નક્કી થઈ ગઈ હતી. ખચકાતાં મેં કહયું કે મારું પહેલું ઓપરેશન થઈ જાય પછી હું એ છોકરાનું ઓપરેશન કરીશ અને શુક્રવારે જ એને હોસ્પિટલમાં દાખલ કરવો ! – જેથી જરૂરી આગોતરા તપાસ કરાવી શકાય !

શુક્રવાર આવ્યો, શનિવાર આવ્યો અને પછી રવિવાર પણ આવ્યો, પણ એ દર્દીનો કોઈ પત્તો નહોતો ! હોસ્પિટલના સ્ટાફને મેં એ દરદીનું એડમિશન કેન્સલ કરવાનું કહી દીધુું ત્યારબાદ એ દરદી તરફથી કે એ મિત્ર તરફથી મને કોઈ જ ખબર મળ્યાં નહિ!… છ મહિના પછી એ જ મિત્રે મને પાછો ફોન કર્યો, કહે “શરદ મારે એક મુશકેલી ઉભી થઈ છે ! તને યાદ છે હું એક છોકરાને તારી પાસે લાવ્યો હતો જેનું નિદાન તેં મેડીઆસ્ટીનલ ટ્યુમર કર્યું હતું ?”

હું એટલો બધો અસ્વસ્થ થઈ ગયો કે લગભગ ગુસ્સામાં આવીને મેં કહ્ય્યું, “મારી આગળ એકપણ અક્ષર કે કેસ માટે બોલીશ નહિં !”… અને હું ટેલિફોન મૂકી દેવા જતો હતો – મારી અસ્વસ્થતાનું કારણ મને એ ઓપરેશન કરવાની તક ન મળી એ નહતું. પણ આ ઓપરેશન મારી પાસે કરાવવાની તેમની ઈચ્છા નથી એવું મને જણાવવાનો શિષ્ટાચાર પણ તેઓ ચૂક્યાં હતાં ! અને તેથી હું અસ્વસ્થ થઈ ગયો હતો !

પણ મારા મિત્રે ખૂબ આજીજી કરતાં મને કહયું ઃ ‘શરદ, આ શ્રીમંત લોકોને મન બધા રોગોની દવા અમેરિકા છે. એ લોકો અમેરિકા ગયા હતા અને અમેરિકન સર્જન પાસે ઓપરેશન કરાવ્યું !.. એટલી વારમાં તો મારા મગજ નો પારો ખૂબ ઉચે ચઢી ગયો હતો અને હું તપી જઈને બોલ્યો ઃ ‘જાે, હું ચોક્કસપણે કહું છું કે કોઈ અમેરિકન સર્જને બગાડેલો કેસ હું હાથમાં લેવાનો નથી. એ લોકોને કહી દે કે ફરીથી એ અમેરિકન ર્ડાકટર પાસે લઈ જાય !’

દેખીતી રીતે જ દરદીનાં માબાપ અમેરિકામાં હતાં ત્યારે જ ત્યાંના સર્જનને કહયું હતું કે બાળકની ખાંસીમાં કોઈ જ ફરક પડ્યો નહોતો. પણ ર્ડાકટરે કહયું હતું કે ગભરાવાનું કોઈ કારણ નહોતું, કેમકે થોડા દિવસમાં જ એ ખાંસી જતી રહેશે, માટે કોઈ જાતનો ઉચાટ કર્યા વગર એમણે દેશમાં પાછા ફરવું !

ભારત પાછા આવ્યા પછી એ લોકો મારા મિત્રને મળ્યા અને અમેરિકાના ભારે પીડાદાયક અનુભવનું બયાન કર્યું. મારા મિત્રને સ્વાભાવિક રીતે મને જણાવવાની હિંમત નહોતી થતી, એટલે એણે ફરીથી એક્સ-રે અને સી.ટી. સ્કેનના રિપોર્ટ કરાવ્યા. આ બધા પરથી એવું નિદાન થયું કે એ ગાંઠ ત્યાં જ હતીઅને જૂના એક્સ-રે સાથે સરખાવ્યા પછી લાગ્યું કે ગાંઠ હતી તે જ જગ્યાએ હતી. નવી નોતી થઈ ! બેઉજૂના અને નવા રિપોર્ટસ્‌ એક સરખા હતાં ! મારો ર્ડાકટર- મિત્ર ગૂંચવાડામાં પડી ગયો અને છેવટના ઉપાય તરીકે મારી સલાહ લેવા આવ્યો !….

એક છોકરાને તપાસ્યા પછી અને બધા રિપોર્ટ્‌સ જાેયા પછી મેં કહયું ઃ ‘તમે તમારા બાળકનું ઓપરેશન ક્યાં કરાવ્યુ છે – ભારતમાં કે અમેરિકામાં ?.. એની મને ખબર નથી, પણ એક વાત હું તમને સો ટકા ખાતરીપૂર્વક કહી શકું કે તમારા બાળકની ગાંઠ ઓપરેશનથી કાઢી નંખાઈ જ નથી !!

આ જાણીને એ લોકોને ખૂબ આઘાત લાગ્યો અને જ્યારે એ વાત એમની સમજમાં આવી ત્યારે એમણે કહયું ઃ ‘તો અમેરિકન ર્ડાકટરે શું બહાર કાઢ્યું હતું ?”… મેં એમને સમજાવ્યું કે નાના છોકરાઓમાં ઠીક ઠીક મોટી ‘થાયમસ’ ગાંઠ હોય છે. આ ડોકટર બિન અનુભવી હોવો જાેઈએ, એથી એણે એ ‘થાયમસ ગાંઠ’ કાઢી લીધી હશે.

એને એ પણ ખ્યાલ પણ નહિ આવ્યો હોય કે અંદર રહેલી દરદના કારણરૂપ ગાંઠ તો રહી જવા પામી હતી !! જે હોય તે !…. મેં કહયું કે ગાંઠ હજુ એમની એમ અંદર જ છે ! ‘હવે અમારે શું કરવું ?- આ એમનો બીજાે પ્રશ્ન હતો. મેં તરત જ જવાબ આપ્યો કે એમણે ફરિથી અમેરિકા જવું જાેઈએ અને જે ર્ડાકટરે સર્જરી કરી એને બતાવવું જાેઈએ અને ફરિથી ઓપરેશન કરાવવું જાેઈએ ! પણ… એમનો પ્રતિભાવ હતો ઃ ‘અમે હવે કદી એની પાસે નહિ જઈએ. અમારા દીકરાનું તમારે જ ઓપરેશન કરવું પડશે !’

અમારી વચ્ચે ઘણી દલીલો થઈ, પણ પછી મારામાં રહેલો ર્ડાકટર જીતી ગયો ! મારી બધી જ નકારાત્મક લાગણીઓ બાજુ ઉપર મુકાઈ ગઈ અને આખરે મેં ઓપરેશન કરવાની હા પાડી ! એમણે મને બિનજરૂરી અને વણમાગી સલાહ આપી ઃ ‘ડોકટર, એ ગાંઠ ડાબી બાજુ ઉપર છે, એટલે તમે તમારો કાપ પણ ડાબી બાજુ મૂકજાે !’

પરિસ્થિતિ સ્ફોટક થાય એ પહેલાં જ મારા મિત્રે આજીજી કરી કે મારે શાંત રહેવું. મેં કહયું ઃ ‘જ્યાં આગળ પહેલું ઓપરેશન થયું છે એ જગ્યા ઉપરથી અને એ જ કાપા ઉપરથી હું ઓપરેશન કરીશ !’

મારા આસિસ્ટંટે છાતી ઉઘાડી અને પછીનો ‘ચાર્જ’ મેં સંભાળી લીધો. અમે ઘણા ઉપયોગી ફોટા એ ગાંઠના લીધા. તમે માનશો ઈંડાના કદ જેવડી એ ગાંઠ મેં આંગળી વડે બહાર કાઢી, એટલું સરળ એ કામ હતુ ં! અહીં હું વધુ વિગતમાં જવા માગતો નથી, પણ મને ખરેખર એ વાતનું આશ્ચર્ય થાય છે કે એ અમેરિકાના સર્જનને એ ગાંઠ દેખાઈ કેમ નહિ હોય ? કોઈપણ દેશના સર્જનને એટલી તો ખબર પડે જ, તો એ ર્ડાકટરને કેમ ન પડી ? અમે થોડા વધુ ફોટા લીધા અને એ દરદીની છાતી બંધ કરી દીધી. આ પછી એ દરદીની તબિયતમાં સહજ રીતે સુધારો થવા માંડ્યો અને ખાંસી વગેરે જે એનાં લક્ષણો હતાં તે નીકળી ગયાં !

દરદીના માબાપે વિનંતી કરી કે મારે એમને એ બધાં જ ફોટાઓની કોપી આપવી ! કારણ ?- એ પેલા અમેરિકન ર્ડાકટર પર અને હોસ્પિટલ ઉપર કેસ કરી શકે !… આખરે તેઓએ કેસ કર્યો અને મને અમેરિકા ‘સાક્ષી’ તરીકે બોલાવ્યો અને મારે બે વાર અમેરિકા જવું પડ્યું ! એ સર્જને એની ભૂલ કબૂલ કરી અને આખરે કોર્ટની બહાર સમજૂતી કરાઈ ! છોકરાનાં માબાપને સારી એવી રકમ વળતર તરીકે આપવામાં આવી !

આ એક એવો કેસ હતો જેમાં પરદેશનો ર્ડાકટર ગુનેગાર હતો અને  ભારતનો ર્ડાકટર તારણહાર હતો. મોટા ભાગના આપણા લોકો એમ માને છે કે જેટલું પરદેશનું હોય તેટલું સારું જ હોય, જ્યારે આપણા દેશનું બરાબર ન હોય ! એટલે ઘણા દરદીઓ આવીને કહેતા હોય છે કે ‘અમે અમેરિકા જઈને ઓપરેશન કરાવીશું !’

મને કોઈ ખોટો ન સમજતા પણ હું કોઈ પણ પરદેશના સર્જનને હલકો પાડવા માગતો નથી. આ મારા દરદીનું નસીબ ખરાબ હતું, જેથી એને ખોટો સર્જન મળ્યો – આનાથી વધુ કશું જ હતું નહિ ! મારે તો ફકત એટલું જ કહેવું છે કે હવે આપણા ભારતમાં પણ દરેક જાતની સગવડ થઈ ગઈ છે. જે પહેલાં ન હતી.

તો પછી આપણા લોકોએ શા માટે પરદેશનો મોહ રાખવો જાેઈએ ? એ પરદેશના અજાણ્યા ર્ડાકટરો અને એમની આત્મીયતા વગરની રીતભાત છતાં શા માટે ત્યાં તણાવું જાેઈએ ? આ દરદી જાે મારી પાસે પાછો આવ્યો જ ન હોત તો મને આ કેસ વિશે ખબર જ પડી ન હોત ! વાસ્તવમાં, આવી તો કેટલીયે પરિસ્થિતિઓ ઘણા બધા દરદીઓને ઉભી થઈ હશે જે આપણી જાણ બહાર છે ! એક વસ્તુ મને બહુ આશ્ચર્ય પમાડે છે, મને ખબર નથી કે હું એક સર્જન જેવો લાગું છું કે નહિ !

જયારે કે.ઈ.એમ હોસ્પિટલમાં હું કાર્ડિયોથોરેસીક સર્જન તરીકે કામ કરતો હતો ત્યારે એવું બન્યું છે કે લોકો મારી પાસે આવે, મારી સલાહ લે અને પછી નવાઈ પામે કે હું કોણ હોઈશ ? મને હજુ એ યુવતી યાદ છે. એ અઢાર કે ઓગણીશ વર્ષની હશે. એ મારી પાસે મારા સાથી સર્જનની ચિઠ્ઠી લઈને આવી હતી !

મારી સામે બેસીને એણે પોતાની બધી જ ફરિયાદો મને કહી, અને કાળજીથી બનાવેલી બધી તપાસના રિપોર્ટની ફાઈલ બતાવી ! મેં એને તપાસવાના ઈરાદાથી કોચ ઉપર સૂવા અને કપડાં ઢીલાં કરવા કહયું જેથી હું એનું હ્ય્દય તપાસી શકું ! મેં તપાસવાનું પૂરું કર્યું અને પછી એને કહયું કે એના હ્ય્દયમાં કાણું છે ને એ માટે ઓપરેશન કરાવવું જરૂરી છે.

એણે સંમતિ આપી અને એપોઈન્ટમેન્ટ વગર તપાસવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો, અને એ ચાલી ગઈ ! થોડી જ વારમાં મારી ઓફિસના બારણે ટકોરા પડ્યા અને એ જ યુવતી પાછી આવી. મેં પૂછ્યું ઃ ‘પાછું શું થયું ? તમારો નિર્ણય તમે બદલ્યો કે શું ? – તો તરત જ એણે મને પૂછ્યું ‘ખરેખર… તમે જ ર્ડા. શદર પાંડે છો ?” ખૂબજ ચક્તિ થઈને મેં પૂછ્યું ઃ ‘તમને એમ લાગે છે કે ર્ડા. શરદ પાંડે માનીને તમે કોઈ બીજા ર્ડાકટર પાસે તમારી તપાસ કરાવી ? અને ધારો કે હું તમને ના પાડું કે હું શરદ પાંડે નથી તો તમે શું કર્યું હોત ?

ખીડકી –મેડિકલ અને સર્જિકલ પ્રેક્ટિસ માણસના સ્વભાવને ઓળખવામાં મદદ કરે છે. આ અનુભવ મેળવવા માટે તટસ્થ અને અનાસક્ત રહેવું જાેઈએ. કોઈ નાટક શાળાની બેઠક ઉપર બેસીને નજર સામે આત્મીયતાનો અનુભવ કરાવતું નાટક ભજવાઈ રહયું હોય તેવું જરૂર લાગે છે.

તબીબી શાસ્ત્રની આચારસંહિતા પાળનાર ર્ડાકટરે વિનયશીલ હોવું જાેઈએ અને પોતાની ભૂલ હોય તો દરદી ઉપર વેર વાળ્યા વગર કબૂલવી જાેઈએ. આ ઉપરાંત ખૂબ જ સાધાવની એ ડોકટરમાં હોવી જાેઈએ, જેથી એ દરદીની અસલ પરિસ્થિતિ સમજી શકે !

આપણે ત્યાં ઉન્માદના દરદીઓ સોય મારવાથી ખૂબ ડરતા હોય છે, જે પરદેશમાં જાેવા મળતું નથી. ‘મેડિસિન’ એ કોઈ ધંધો નથી પણ એક ઉમદા વ્યવસાય છે ! જ્યારે મોટાભાગના લોકો ગરીબીની રેખા નીચેનું જીવન જીવતા હોય ત્યારે સેવાને વરેલા તબીબી વ્યવસાયને વરેલ વ્યક્તિ સમૃધ્ધિની અપેક્ષા કેમ રાખી શકે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.