Western Times News

Gujarati News

૩૦ લાખ રૂપિયામાં રાજ કુન્દ્રા કરાવતો હતો ગંદુ કામ

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. તેના પર પોર્ન ફિલ્મો બનાવવાનો અને તેને કેટલીક એપ્સ પર અપલોડ કરવાનો આરોપ લાગ્યો છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ આ મામલે કાર્યવાહી કરી રહી છે. આ મામલે એક્ટ્રેસ અને મોડલ શર્લિન ચોપરા તથા પૂનમ પાંડેએ મહારાષ્ટ્ર સાઈબર સેલને પોતાનું સ્ટેટમેન્ટ પહેલાં જ નોંધાવી દીધું છે. તેમના નિવેદનમાં પણ રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું છે.

મુંબઈ પોલીસે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સોફ્ટ પોર્નોગ્રાફી સાથે જાડાયેલી ફિલ્મો બનાવવી અને તેને અપલોડ કરવાનો કેસ નોંધ હત્યો. ૨૬ માર્ચે મુંબઈ પોલીસે આ મામલે એકતા કપૂરનું પણ સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. મહારાષ્ટ્ર સાઇબર સેલે શર્લિન ચોપરા અને પૂનમ પાંડેનું સ્ટેટમેન્ટ પહેલાં જ નોંધી લીધું હતું. રાજ કુન્દ્રા વિરૂદ્ધ આ મામલે ફેબ્રુઆરી મહિનામાં જ કેસ દાખલ કરવામાં આવ્યો અને અને ક્રાઈમ બ્રાંચની ટીમે તેમની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, રાજ કુન્દ્રા વિરૂદ્ધ પૂરતા પુરાવા છે. એફઆરઆઈ મુજબ આ મામલે રાજ કુન્દ્રાનું નામ પોલીસ સામે શર્લિન ચોપરાએ લીધું હતું. પોલીસના જણાવ્યા મુજબ, શર્લિન ચોપરાનું કહેવું છે કે, તેને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાવનારો રાજ કુન્દ્રા જ છે. દરેક પ્રોજેક્ટ માટે શર્લિન ચોપરાને રૂપિયા ૩૦ લાખનું પેમેન્ટ મળતું હતું. શર્લિનના જણાવ્યા મુજબ, આ રીતે તેણે ૧૫થી ૨૦ પ્રોજેક્ટ કર્યા છે.
મુંબઈ પોલીસ કમિશનરે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ રેકેટમાં રાજ કુન્દ્રા મુખ્ય આરોપી છે. પોલીસને તેની વિરૂદ્ધ પાકા પુરાવા હાથ લાગ્યા છે. એ પછી જ તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનો દાવો છે કે રાજ કુન્દ્રાએ તેના એક સંબંધીની સાથે મળીને યૂકે બેઝ્‌ડ કંપની બનાવી હતી અને આ કંપની જ પોર્ન ફિલ્મો માટે અનેક એજન્ટ્‌સને કોન્ટ્રાક્ટ આપતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.