Western Times News

Gujarati News

પોર્ન વેબસાઈટ બ્રાઉઝ કરનારા પર રેન્સમવેર એટેક

Files Photo

વડોદરા: કોરોના અને સોશિયલ ડિસ્ટન્સિંગને પરિણામે અત્યારના સમયમાં પોર્ન સાઈટ, ડેટીંગ સાઈટ અને પોર્ન વેબસાઈટ બ્રાઉઝ કરનાર વર્ગમા વધારો થયો છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ આંકડા મુજબ, પોર્ન એડિક્ટેડ વ્યક્તિ એક અઠવાડિયામાં પોર્ન વેબસાઈટ કે સાહિત્ય પાછળ સરેરાશ ૧૧ થી ૧૨ કલાક પસાર કરે છે. સર્ચ એન્જિનને મોકલવામાં ૨૫% રિકવેસ્ટ માત્ર સૅક્સ કી-વર્ડ સંબંધિત હોય છે. ઈન્ટરનેટ પરથી થતા ટોટલ ડાઉનલોડમાંથી ૩૫% કન્ટેન્ટ માત્ર પોર્નોગ્રાફીક હોય છે. પોર્ન જાેનારામાંથી મોટા ભાગનો વર્ગ ૩૫ થી ૪૯ વર્ષનો હોય છે. પોર્ન વેબસાઈટ જાેનારા વર્ગમાં ભારત તરફથી ૯૫% ટ્રાફિકમાં વધારો થયો છે.

પોર્ન જાેનાર ટ્રાફિક વધવા પામ્યો તેનો ફાયદો ઉંચકવા સાયબર અપરાધીઓ હવે નવા પ્રકારની મોડ્‌સ ઓપરન્ડીનો સહારો લીધો છે. સૌથી પહેલા ઈન્ટરનેટ પર પોર્ન સાહિત્યને સાયબર અપરાધીઓ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. ત્યાં વેબસાઈટ પર ફોટો અને વીડિયો એવા કામુકતાથી સંપન્ન હોય છે કે જાેનાર વ્યક્તિ મહત્તમ સમય આવા વીડિયો ધરાવતી સાઈટ પર પસાર કરે, અને નિયમિત એ વેબસાઈટ વ્યુવર થઈ જાય.

ત્યારબાદ સાયબર અપરાધીઓ દ્વારા વ્યુવરને વિવિધ બેઝ પુરા પાડવામાં આવે છે. વ્યુવરની વેબસાઈટ પર પસાર કરેલ ટાઈમિંગને આધારે સાયબર અપરાધીઓ કામુકતાથી સંપન્ન વીડિયો ડાઉનલોડ કરવાની પણ અનુમતિ આપે છે અને એકવાર વીડિયો ડાઉનલોડ થઈ જાય એટલે મોબાઈલ કે કમ્પ્યુટરમાં રેન્સમવેર દાખલ થઈ જાય છે. કેટલીકવાર વેબસાઈટ પર ત્રણ મિનિટ કરતા પણ વધારે સમય પસાર કરનારના મોબાઈલમાં રેન્સમવેર આપમેળે ડાઉનલોડ થઈ જાય છે. ત્યારબાદ મોબાઈલ અને કમ્પ્યુટરની તમામ ફાઈલો અને સોફ્ટવેરને લોક કરી દે છે.

તેમજ મોબાઈલ અને કમ્પ્યુટરના ડેસ્કટોપ સ્ક્રીન ઉપર એક પોસ્ટર એવી રીતે પ્રદર્શિત કરે છે કે ભોગ બનનાર ન તો મોબાઈલ અને કમ્પ્યુટર પર કોઈ કાર્ય કરી શકે અને મોબાઈલ અને કમ્પ્યુટર કોઈને બતાવી શકે. તેમજ મોબાઈલ અને કમ્પ્યુટર પર કોઈ જ પ્રકારનું કાર્ય કરી શકાતું નથી. બંધિત પોર્ન વેબસાઈટની સતત મુલાકાત લેતા હોવાથી તમને ઈન્ટરનેટ તેમજ મોબાઈલ અને કમ્પ્યુટરના ઉપયોગ કરવાથી બ્લોક કરવામાં આવ્યા છે. તેમજ એક પ્રકારના કેસ નંબર કે ર્નિણય નંબરને પ્રદર્શિત કરીને ૨૦૦૦ રૂપિયાનો દંડ ભરવાની નોટિસ પ્રદર્શિત કરવામાં આવે છે, અને ૨૦૦૦ રૂપિયાનો દંડ ભરવા માટે એક ક્યૂઆર કોડ તે પોસ્ટરમાં મોલકવામાં આવે છે. વધુમાં દંડ ભરવા માટે યુ.પી.આઈ ડી સૂચિત કરેલ હોય છે, અને દંડ ભર્યા પછી જ મોબાઈલ અને કમ્પ્યુટરની ફાઈલો અનલોક થશે તેવી બાબત પણ સૂચવેલ હોય છે.

સાયબર એક્સપર્ટ મયુર ભૂસાળવકરના મતે આ એક નવા પ્રકારનો સીન ઓફ ધ સોસાયટી પ્રકારનો રેન્સમવેર એટેક છે, જેમાં ભોગ બનનાર કોઈને કંઈ જ કહી શકતો નથી અને કોઈની મદદ પણ લઈ શકતો નથી. તેમજ રેન્સમ ૨૦૦૦ રૂપિયાની હોવાને કારણે ભોગ બનનાર એક્વાર તો રેન્સમ ચૂકવી પણ દે પરિણામે પીછો છૂટે એવું વિચારે છે. પરંતુ સાયબર અપરાધીઓ રેન્સમ ચૂકવનારને પણ યૂ ટ્યૂબ પર વીડિયો અપલોડ કરવાના નામ પર વધું લૂંટે છે. સાથે જ પોલીસ ભોગ બનનારને પકડવા આવી રહી છે. તે રીતે પણ ભય બતાવીને લૂંટવાનો પ્રયાસ કરે છે, અને લોક થયેલ ડીવાઈસ અને ફાઈલો ક્યારેય અનલોક થતી જ નથી. સાયબર એક્સપર્ટ મયુર ભૂસાળવકર વધુમાં કહે છે કે, તાજેતરમાં વડોદરામાં પણ એક વેપારી આ પ્રકારની ઘટનાનો ભોગ બન્યા હતા. જ્યારે એ વેપારીના ડિવાઇસમાં ત્રાટકેલા રેન્સમવેરનું ૩૬૦ ડિગ્રી ફોરેન્સિક એનાલિસિસ કર્યું તો જાણવા મળ્યું કે સાયબર અપરાધીઓ દ્વારા “એડવાન્સ એન્ક્રીપશન સ્ટાન્ડર્ડ” નો ઉપયોગ કરીને ડેટા લોક કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.