Western Times News

Gujarati News

કોરોનાના કારણે ગુજરાતમાં નોટબુક મેન્યુફેકચરીંગ યુનિટોને કરોડોનું નુકશાન

હોલસેલરો પાસેે ગયા વર્ષની નોટબુકો-ચોપડા અકબંધ -નવા ઓર્ડરની આશા ધુંધળી

ર૦ર૦માં ૪૦ ટકા બિઝનેસ હતો તે ઘટીને ર૦ર૧માં ર૦ ટકાએ પહોંચ્યો કારીગરોને છુટા કરવાની નોબત

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાને કારણે સારામાં સારી રીતે ચાલતા અનેક ધંધાઓને માર પડયો છે. અને તેને ઉભા થતાં હજુ એકાદ-બે વર્ષ નીકળી જાય એવી પૂરેેપૂરી શક્યતાઓ છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે નોટબુક, ચોપડાઓ બનાવતા કાગળ બજારના અનેક મેન્યુફેકચરીંંગ યુનિટોની હાલત કફોડી બની ગઈ છે.

છલ્લા દોઢ-બે વર્ષથી કોરોનાને કારણે શાળાઓ શરૂ થઈ શકી નથી. વિદ્યાર્થીઓ શાળાએ જતા નથી, ઓનલાઈન જ શિક્ષણ ચાલ્યુ, પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થયુ નહીં હોવાથી નોટબુકો- ચોપડાઓ હોલસેલર વેપારીઓને ત્યાં ‘જૈસે થે’ હાલતમાં પડ્યા રહ્યા છે. રિટેલર-વેપારીઓ ખરીદતા નથી.

કાગળ-નોટબુક-ચોપડા બજાર નો ચિતાર મેળવવા માટે વધુ વિગતો માટે પૂછપરછ કરતાં શહેરના જાણીતા પોપ્યુલર ટ્રેડર્સના ફૈઝલભાઈ વોરાએ જણાવ્યુ હતુ કે વર્ષ ર૦ર૦માં જે ૪૦ ટકા જેટલો બિઝનેસ માર્કેટમાં હતો તે ર૦ર૧માં ઘટીને ર૦ ટકા સુધી પહોંચી ગયો છે.

માર્ચ મહિનામાં કોરોના આવ્યો તે પહેલાં હોલસેલ વેપારીઓએ માલની ખરીદી કરી લીધી હતી. પરંતુ જૂનો માલ હજુ વેપારીઓ જાેડે મોટેભાગે વેચાયા વગરનો પડયો રહ્યો છે. ઉદાહરણ તરીકે કોરોના પહેલાં રૂા.૧ લાખનો બિઝનેસ કરનારાઓને આજે રૂા.ર૦,૦૦૦નો બિઝનેસ માંડ મળે છે. હાલત એવી આવી છે કે મેન્યુફેકચરીંગ યુનિટના માલિકોએ તેમના કારીગરોને છૂટા કરવા પડી રહ્યા છે. સામે એટલી આવક જ રહી નથી. તેથી કારીગરોના મહેનતાણા કઈ રીતે ચુકવી શકીએ?? એ એક મોટો પ્રશ્ન છે.

ગુજરાતમા નોટબુક-ચોપડા-લોંગબુકનું ઉત્પાદન કરતા યુનિટોને કોરોનાને કારણે બે વર્ષમાં અંદાજે રૂા.૧પ૦૦ થી ર૦૦૦ કરોડનો આર્થિક ફટકો પડ્યો હોવાની સંભાવનાનો ઈન્કાર થઈ શકે તેમ નથી. જાે કોરોનાની નવી લહેર નહીં આવે અને માર્કે આ પ્રકારે ચાલતુ રહેશે તો વર્ષ ર૦રર ના મે મહિનાથી માર્કેટના વાતાવરણમાં સુધારાનો આશાવાદ છે.

શાળાઓ ખુલે એવુ વાતાવરણ સર્જાય તો અલગ વાત છે. પરંતુ કોરોનાને કારણે આગામી દિવસોમાં તેનો ખ્યાલ આવશે. અંગ્રેજી માધ્યમની શાળાઓને પોતે ચોક્કસ જગ્યાએથી ખરીદી કરતા હોવાથી તેમની ખરીદી ઓછી જ રહે છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર ન આવે અને શાળાઓ સરકારી ગાઈડલાઈન મુજબ શરૂ થાય તોે ધીમે ધીમેે માર્કેટ ટ્રેક પર આવશે. તેમ છતાં ર૦રર સુધી ગાડી પાટે ચઢતા સમય લાગશે એ નિશ્ચિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.