Western Times News

Gujarati News

પાટણમાં અવાવરૂ સ્થળ પર એક સાથે ૧૩ ભ્રુણ મળી આવતા હડકંપ મચ્યો

પાટણ: મહીસાગરના સંતરામપુરમાં ગેરકાયદેસર ગર્ભપાતના વાયરલ વીડિયોને લઈને ચકચાર મચી તેવામાં સિદ્ધપુર તાલુકાના તાવડીયા ગામ પાસે અવાવરૂં જગ્યા પર પ્લાસ્ટિકના ૧૩ જેટલા ડબ્બામાં ભ્રુણ અવશેષ મળી આવતા ચકચાર મચી જવા પામી છે અને ઘટનાને લઇ સ્થાનિક લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તો પોલીસને આ બાબતની જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી. આ મામલે આરોગ્ય વિભાગના અધિકારીને જાણ કરાતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જાે કે, ઝીણવટ પૂર્વક તપાસ કરવા માટે એફએસએલની ટીમ બોલાવીને તમામ ભ્રુણ અવશેષો એફએસએલની ટીમે કબ્જે કરી તેને તપાસ માટે મોકલી આપ્યા છે. તો પોલીસ પણ આ મામલે જાણવા જાેગ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુરના ગેર કાદયસેર રીતે ગર્ભપાતના મુદ્દાને લઈને ભારે ચકચાર મચી છે. તેવામાં સિદ્ધપુર તાલુકામાં પણ ભ્રુણના અવશેષો મળી આવતા હડકંપ મચી જવા પામી છે. સિદ્ધપુરના તાવડીયા રોડ પર ૧૩ જેટલા માનવ ભ્રુણ અવશેષો પ્લાસ્ટિકના ડબ્બામાં કોઈ અજાણ્યો ઈસમ મૂકી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને ઘટના સ્થળનું દ્રશ્ય જાેઈ આશ્ચર્ય સાથે ફિટકારની લાગણી વરસાવી રહ્યા હતા.

પ્લાસ્ટિકના ડબ્બામાં ૧૩ જેટલા ભ્રુણ અવશેષો મળી આવ્યાની માહિતી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી.
૧૩ જેટલા ભ્રુણ અવશેષો અવાવરું સ્થળ પર મળતા અનેક સવાલો ઉભા થાય છે કે, કોઈ પ્રસ્તુતિ ગૃહ કે હોસ્પિટલ દ્વારા ગેરકાયદેસર ગર્ભપાત કરાયું હોય અથવા કોઈ હોસ્પિટલમાં ડિસ્પ્લે માટે મુકાયલ હોય અને તેનું ડિસ્પોજ સરકારના નિયમ પ્રમાણે કરવાને બદલે આ ભ્રુણ ફેંકાયા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. હાલ તો ૧૩ જેટલા ભ્રુણ ફેંકાયલી હાલતમાં મળી આવતા સિદ્ધપુર તાલુકા આરોગ્ય તંત્ર સ્થળ પર પહોંચી અને તપાસ કરતા એક ડબ્બામાં બાલ ભ્રુણ અવશેષ જાેવા મળ્યા હતા. તો અન્ય ડબ્બામાં પણ માનવ અવશેષ જાેવા મળતા ચોક્કસ ખાતરી કરવા માટે એફએસએલને જાણ કરવામાં આવી છે.

સિદ્ધપુરના તાવડીયા ગામે પાણીના વોળાના અવાવરું જગ્યા પર ૧૩ જેટલી પ્લાસ્ટિક બરણીમાં માનવ ભ્રુણ અને મેડિકલ વેસ્ટ પડેલ હોવાનું કાકોસી પોલીસ મથકે સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા માનવ ભ્રુણ જાેવા મળ્યું હતું. સાથે માનવ અંગો પ્લાસ્ટીક બરણીમાં જાેવા મળતા આ બાબત હેલ્થ વિભાગને લાગતી હોય સ્થાનિક આરોગ્ય અધિકારીને બોલાવ્યા હતા. આ મામલે તપાસ માટે એફએસએલને બોલાવી તમામ મુદ્દા માલ કબ્જે કરી અને તપાસમાં જે રિપોર્ટ આવે તે મુજબ પોલીસ કાર્યવાહી આગળ કરવામાં આવશે હાલ જાણવા જાેગ નોંધ કરી કર્યાવહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.