Western Times News

Gujarati News

ત્રીજી લહેરને અટકાવવા માટે દેશના કેટલાક રાજ્યોએ કાળજી લેવી જરુરી

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના નવા કેસ થયેલો ઘટાડાની અસર જાેવા મળી રહી છે. બીજી લહેરની સમાપ્તિ પછી જે રીતે નવા કેસની સંખ્યા ૪૦ હજારની નજીક પહોંચી છે તેને જાેતા લોકો ઘણી રાહત અનુભવી રહ્યા છે. જાેકે, આ બધાની વચ્ચે કેટલાક રાજ્યોમાં વધતા કેસ ચિંતા વધારી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં વધતો પોઝિટિવ રેટ ચિંતાનું કારણ બની રહ્યો છે.

ભારતમાં સળંગ પાછલા એક મહિનાથી પોઝિટિવિટી રેટ ૩% કરતા નીચો રહ્યો છે. જાેકે, કેટલાક રાજ્યો જેવા કે કેરળ, મણિપુર, રાજસ્થાન, મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયાના ઘણાં જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ ૧૦% કરતા ઊંચો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે કે જાે આ માઈક્રો લેવલ પર કોરોનાને અટકાવવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા તો તે ત્રીજી લહેરનું કારક બની શકે છે.

આ સાથે મુખ્ય રાજ્યો કે જ્યાં કોરોનાના એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે તેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થઈ રહ્યો છે. ૧૪થી ૨૦ જુલાઈ વચ્ચેના ઓફિશિયલ આંકડા પર નજર કરીએ તો મહારાષ્ટ્રના ૪૭ જિલ્લા એવા છે કે જ્યાં પોઝિટિવિટી રેટ ૧૦% કરતા ઊંચો જઈ રહ્યો છે, જ્યારે ૫ જિલ્લાઓમાં તે ૫-૧૦% વચ્ચે છે.

રાજસ્થાનના જેસલમેરમાં પોઝિટિવિટી રેટ સૌથી વધુ ૪૧% નોંધાયો છે. આ સિવાય અન્ય જિલ્લાઓની વાત કરીએ તો સવાઈ માધવપુર, બરન, જલવર, ટોંક અને રાજસમંદમાં પણ પોઝિટિવિટી રેટ ઊંચો નોંધાઈ રહ્યો છે. કેરળના મલ્લાપુરમ, કાસરાગોડ, કોઝિ્‌હકોડ, પલક્કડ અને થિસ્સુરમાં પણો પોઝિટિવિટી રેટ ઊંચો નોંધાયો છે.

સિક્કિમના દક્ષિણ જિલ્લામાં અને નાગાલેન્ડના કોહિમામાં પણ પોઝિટિવિટી રેટ ૩૦% પર પહોંચ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ રાજ્યો અને જિલ્લાઓ પર વધારે ધ્યાન આપીને આક્રામક રીતે ટેસ્ટિંગ વધારવા તથા કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરીને પગલા ભરવા અંગે જણાવ્યું છે. આ સાથે રેપિડ એન્ટિજન ટેસ્ટની સાથે દરેક રાજ્યોને ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ પણ વધારવા માટેની સલાહ આપી છે. કારણ કે આ ટેસ્ટથી કોરોનાના દર્દીઓને ઝડપથી ઓળખી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.