Western Times News

Gujarati News

આંદોલન કરી રહેલ કિસાનોને કેન્દ્રીય મંત્રીએ મવાલી ગણાવ્યા બાદ માફી માંગી

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કેન્દ્રીય કૃષિ કાનુનોના વિરોધમાં પ્રદર્શન કરી રહેલ કિસાનોની વિરૂધ્ધ અપમાનજક ટીપ્પણી કરી છે.તેમણે કહ્યું કે આંદોલન કરી રહેલ કિસાન નહીં મવાલી છે.આ બાબતને ધ્યાનમાં પણ લેવી જાેઇએ કૃષિ કાનુનોના વિરોધના નામ પર જે ચાલી રહ્યું છે તો અપરાધિક ગતિવિધિઓ છે આ બધુ એક એજન્ડા હેઠળ થઇ રહી છે.તેમણે કહ્યું કે ૨૬ જાન્યુઆરીએ જે કાંઇ થયું હતું તે પણ શર્મનાક હતું વિરોધ પક્ષોએ કિસાનોની આડમાં આવી વસ્તુઓને પ્રોત્સાહન આપ્યું છે.જાે કે આ બાબતે વિવાદ તતાં મીનાક્ષી લેખીએ માફી માંગી છે.

વિવાદ વધતા મીનાક્ષી લેખીએ સફાઈ આપી છે જેમાં તેમણે કહ્યુ કે તેમના નિવેદનનો ખોટી રીતે સમજવામાં આવ્યુ છે. તેમણે ટિ્‌વટ કરીને લખ્યુ છે કે મારા શબ્દો તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. જાે આનાથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા લઉ છુ. ખેડૂત નેતા રાકેશ ટિકેતે મીનાક્ષી લેખીના નિવેદન પર પલટવાર કર્યો છે અને તેમણે કહ્યુ કે ખેડૂતો મવાલી નથી, ખેડૂતો વિશે આવી વાત ન કહેવી જાેઈએ. ખેડૂત દેશનો અન્નદાતા છે.

આ પહેલા ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ ભારતની વિરૂધ્ધ કેટલીક શક્તિઓના સક્રિય થવા અને અરાજક તત્વો દ્વારા ગૃહ યુધ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો તેમણે કહ્યું હતું કે જયારે દુનિયા કોરોના વાયરસ મહામારીના સંકટમાંથી પુરી રીતે બહાર આવી નથી ત્યારે કિસાનોના નામ પર થઇ રહેલ પ્રદર્શનની આડમાં લાલ કિલાની ધટના એ વાતને સ્પષ્ટ કરે છે
ભાજપ સાંસદે પરોક્ષ રીતે દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલ કિસાનોના પ્રદર્શન તરફ ઇશારો કરતા કહ્યું હતું કે અમે દેશના એક ખુણામાં બેઠેલા કેટલાક મુઠ્ઠીભર લોકોની વાત કરી રહ્યાં છીએ જે મરતીયા છે.તે અમીર લોકો છે જે પૈર મસાજ કરાવી રહ્યાં છે પિઝઝા પાર્ટી કરી રહ્યાં છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે અમે જાેઇ રહ્યાં છીએ કે અરાજક તત્વ દેશમાં ગૃહ યુધ્ધનો પ્રયાસ કરી રહ્યાં છે. લેખીએ કહ્યું કે ગત વર્ષ નાગરિકતા સંશોધન કાનુન બાદ દિલ્હીમાં તોફાનો થયા હતાં અને તે રીતેની હિંસા ૨૬ જાન્યુઆરીએ લાલ કિલા પર થઇ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.