Western Times News

Gujarati News

બિહારમાં નીલગાય બાદ હવે મહારાષ્ટ્રમાં ૯૦ શ્વાનોના  શબ મળ્યા

મુંબઈ, મહારાષ્ટ્રના બુલઢાણા જીલ્લામાં લગભગ ૯૦ શ્વાનના મૃતદેહો મળી આવ્યા છે. આ શ્વનોના મો અને પગ બાંધેલા હતા. આ મૃતદેહો સડી જવાથી દુર્ગધ ફેલાતા આ ઘટના સામે આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર પૂર્વીય મહારાષ્ટ્રના બુલઢાણા જીલ્લાના જંગલીય વિસ્તારમાં ગીરડા સવાલદાબારા માર્ગની આસપાસ ગુરુવારે આ શ્વાનોના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, પાંચ સ્થળો પર ૧૦૦ થી વધુ શ્વાનોને ફેકી દેવામાં આવ્યા હતા. જેમાંથી ૯૦ મૃત હાલતમાં તો કેટલાક જીવતા મળી આવ્યા હતા. આ વિસ્તારમાં આવી પહેલી ઘટના જાવા મળી છે કે જયાં આટલી મોટી સંખયામાં શ્વાનોના મોત થયા હોય. આ ઘટના બાદ, ગ્રામજનોએ ગ્રામીણપોલીસ અધિકારીને સંપર્ક સાધ્યો હતો. અને ત્યારબાદ વનવિભાગને તેની સુચના ાઅપવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસ અને વનવિભાગના અધિકારીને કેટલાક શ્વાન જીવતા મળ્યા હતા, જેને મુકત કરી દેવામાં આવ્યા હતા.

એક વનરક્ષકની ફરીયાદને આધારે રખડતાં શ્વાનોનો અજાણ્યા હત્યારાઓની વિરૂધ્ધ રવીવારે પશુ ક્રુરતા નિવારણ અધિનીયમ ૧૯૬૦ અને ભારતીય દંડ સહીતના આઈપીસી ની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અધિકારીએ કહ્યું કે, આ શ્વાનોનામોતનું ચોકકસ કારણ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે. અધિકારીએ જણાવ્યું કે, પોલીસને શંકા છે. કે, શહેરની અંદર રખડતાં શ્વાનોને પકડીને તેમને મારી નાખવામાં આવ્યા છે. અને ત્યારબાદ તેમને વન્ય ક્ષેત્રમાં ફેંકી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ અંગે પુરાવા મેળવવા માટેત ેઓ શ્વાન પકડનારાઓની પુછપરછ કરી રહયા છે. જીલ્લાનો એક વીડીયો વાઈરલ થયો હતો

જેમાં એક નીલગાયને જીવતી દાટી દેવામાં આવી હોવાના દ્રશ્યો જાઈ શકાતા હતા. જા કે, વીડીયો વાઈરલ થયા બાદ, પોલીસે આ કેસની તપાસ કરવાનું જણાવ્યું હતું. આ કેસ અંગે સ્થાનીક લોકોએ જણાવ્યું હતું કે, પાછલાં કેટલાક દિવસોમાં અહી વનવિભાગના શુટરોએ ઘણી નીલગાયોને મારી નાખી હતી. વાઈરલ વીડીયોમાં જાઈ શકાય છે કે, જેસીબી મશીનની મદદથી મોટાં ખાડામાં નીલગાય પર માટી નાખવામાં આવી રહી છે. અનેતેને જીવતી જ દાટી દેવામાં આવી રહી છે. આ વીડીયોમાં ઘણાં લોકો પણ જાવા મળી રહયા છે, પરંતુ કોઈએ પણ તેને અટકાવવાની કોશિશ ન કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.