Western Times News

Gujarati News

વરસાદી વાતાવરણમાં ગળાના ઈન્ફેકશનથી રાહત મેળવવા શું કરવું

વરસાદના કારણે હવામાનમાં થતો ફેરફાર શરદી-ખાંસી અને ગળાના ઈન્ફેકશનને નોતરે છે. ઠંડુ પાણી કે કોલ્ડડ્રીકસ પીવાથી ગળુ બેસી જાય છે. ઘણી વખત તો ગળામાંથી ખોરાક ઉતારવા ય મુશ્કેલી પડે છે. વસરાદી માહોલમાં ઠંડી ચીજવસ્તુઓ ખાવામાં કંટ્રોલ કરીને પણ ગળાના ઈન્ફેકશનથી બચી શકાય છે. તેમ છતાંગળામાં ઈન્ફેકશન થયું હોય અને દવાઓ ગળવાથી ય રાહત મળતી ન હોય તો કેટલાક ઘરેલું નુસખાઓનો પ્રયોગ કરી શકાય અને વળી તેની કોઈ આડઅસર પણ શરીરમાં થતી નથી.

ગરમ પાણીમાં થોડુંક નમક નાખીને ગળા સુધી પાણી પહોચે એ રીતે કોગળાં કરવાથી ઘણી રાહત મળે છે. નમકમાં રહેલો ઈકેમેટરનો ગુણ ગળાના ઈન્ફેકશનને દુર કરે છે. આ પ્રયોગ ઘણો જાણીતો છે. ઉકાળેલા પાણીમાંઆદુ અને લવીગ નાખીને દિવસમાં ત્રણ વખત પીવાથી ગળાનો દુઃખાવો બે-ત્રણ દિવસમાં ઓછા થઈ જાય છે. લસણથી પણ શરદી અને ગળાના ઈન્ફેકશનથી છુટકારો મળે છે. લસણની કળીને રાત્રે કલાક-બે કલાક મોઢામાં રાખવાથી ઉધરસ ઓછી થાય છે. એ જ રીતે લવીગને શેકીને સુતા પહેલાં મોમા મુકવાથી ઉધરસ ને ગળાના દુઃખાવામાં તુરંત ફરક પડે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.