Western Times News

Gujarati News

ઓલિમ્પિકમાં મેરી કોમ-મનપ્રિત ભારતના ધ્વજ વાહક બન્યા

જાપાનમાં ઓલિમ્પિક્સ ૨૦૨૦નો પ્રારંભ થયો-બન્ને ખેલાડીએ ઓપન સેરેમનીમાં ભારતીય દળનું નેતૃત્વ કર્યું હાથમાં ત્રિરંગો લઈને સૌથી આગળ ચાલી રહ્યા હતા

ટોક્યો, જાપાનની રાજધાની ટોક્યોમાં આજથી ઓલિમ્પિક્સ-૨૦૨૦નો પ્રારંભ થયો છે. આજે રમતોના આ મહાકુંભની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં ભારતીય દળે પણ ભાગ લીધો હતો. દિગ્ગજ મહિલા બોક્સર એમસી મેરી કોમ અને મેન્સ હોકી ટીમના સુકાની મનપ્રીત સિંહ ધ્વજ વાહક બન્યા હતા અને ભારતીય દળનું નેતૃત્વ કર્યું હતું.

બંને ખેલાડીઓ હાથમાં ત્રિરંગો લઈને સૌથી આગળ ચાલી રહ્યા હતા. સ્પોર્ટ્‌સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે શુક્રવારે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં બેસીને ઓપનિંગ સેરેમનીનો આનંદ ઉઠાવ્યો હતો.

તેમની સાથે ભૂતપૂર્વ ખેલાડીઓ અને વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ પણ ટોક્યોમાં ભાગ લેનારા ભારતીય દળનો ઉત્સાહ વધારવા માટે હાજર રહ્યા હતા.

ઓપનિંગ સેરેમનીમાં ૨૨ ખેલાડીઓ અને છ અધિકારીઓએ ભાગ લીધો હતો. જેમાં હોકીનો એક, બોક્સિંગના આઠ, ટેબલ ટેનિસના ચાર, રોવિંગના બે, જિમ્નાસ્ટિક તથા સ્વિમિંગના એક-એક, નૌકાયનના ચાર અને તલવારબાજીના એક ખેલાડી દળમાં સામેલ રહ્યા હતા.

ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના ૧૨૭ ખેલાડીઓનું દળ ગયું છે. પ્રત્યેક વખતની જેમ મહિલા ખેલાડીઓની સંખ્યા વધારે છે. આ વખતે ૫૬ મહિલા ખેલાડીઓ ઓલિમ્પિક્સમાં ભાગ લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.