Western Times News

Gujarati News

કોરોનાની રસી પાછળ ભારત સરકારે ૯૭૨૫ કરોડ ખર્ચયા

Files Photo

ડિસેમ્બર સુધીમાં ૧૮ વર્ષથી વધુના તમામને રસી આપવાની આશા-બ્લેક ફંગસની સારવાર માટે એમ્ફોટોરિસિન બી ડિઓક્સીકોલેટ અને પોસાકોનાઝોલ ભારતીય બજારોમાં સરળતાથી ઉપલબ્ધ હોવાનો કેન્દ્ર સરકારનો દાવો

નવી દિલ્હી, કેન્દ્રીય આરોગ્ય રાજ્ય પ્રધાન પવારે જણાવ્યું કે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે આપણી પાસે એન્ટી કોવિડ -૧૯ રસીના ૧૩૫ કરોડ ડોઝની અપેક્ષા છે. તેમણે કહ્યું કે, જાેકે, રસીકરણ ઝુંબેશ ક્યારે પૂર્ણ થશે તે અંગે અમે હજી અનુમાન કરી શકતા નથી.

તેમ છતાં, અમને આશા છે કે ડિસેમ્બર સુધીમાં, દેશમાં ૧૮ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વિરોધી રસી લગાવવામાં આવશે. આ ઉપરાંત રસીકરણ કાર્યક્રમમાં ખર્ચ કરવામાં આવેલી રકમ અંગે ભારતી પ્રવીણ પવારે જણાવ્યું કે આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૯૭૨૫.૧૫ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

આમાં રસીઓની ખરીદી અને તેમની ઓપરેશનલ કોસ્ટનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ રોગચાળાનાં બદલાતા વલણને જાેતા રસીકરણ અભિયાન કેટલા સમયથી પૂર્ણ થશે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. વધુમાં, બ્લેક ફંગસ રોગની સારવાર માટે જરૂરી દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી કે કેમ તે પ્રશ્નના જવાબમાં પવારે કહ્યું કે તેની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી બંને દવાઓ (એમ્ફોટોરિસિન બી ડિઓક્સીકોલેટ અને પોસાકોનાઝોલ) ભારતીય બજારોમાં સરળતાથી ઉપલબ્ધ છે.

નોંધનીય છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મે મહિનામાં રાજ્યોને બ્લેક ફંગસને નોટિફાઇડ રોગચાળા તરીકે જાહેર કરવાની સલાહ આપી હતી. પવારે કહ્યું કે, કોરોનાના કુલ કેસોમાં આશરે ૧૧ ટકા દર્દીઓની ઉંમર ૨૦ વર્ષથી ઓછી હતી.

તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય નિયમનકાર સીડીએસસીઓએ બાળકો માટે રસી (૨ થી ૧૮ વર્ષની વય વર્ગ) પર ભારત બાયોટેકને હોલ-વિરિયન ઇનએક્ટિવેટ સાર્સ કોવ -૨ રસીનાં બીજા અને ત્રીજા તબક્કામાં તથા કેડિલા હેલ્થકેર માટે ડીએનએ આધારિત ત્રીજા તબક્કાનાં ટ્રાયલની (૧૨ વર્ષ અને તેથી વધુ) ને મંજૂરી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.