Western Times News

Gujarati News

ડિપ્રેશનની સારવારમાં સાત્વિક ખોરાક અને કસરતનું મહત્વ

ડિપ્રેશનના કારણો, લક્ષણો અને ઉપાયો- વાતાવરણના ફેરફારો અને સોશિયલ ફેક્ટર્સ પ્રમાણે ડિપ્રેશનના વારસાગત કારણો સિવાય આજના જમાનામાં ડિપ્રેશન થવાના કારણોમાં મુખ્ય કારણ છે માનસિક તણાવ

ઘરના લોકો સાથે પણ અતડા રહે. કોઈની સાથે પોતાની તકલીફની વાત ના કરે, આ બધાને ડિપ્રેશનના લક્ષણો છે એક પ્રકારનો માનસિક રોગ કહેવાય

તમારી ઉંમર ગમે તે હોય, કોઈ વખત કોઈ કારણસર તમે નાખુશ થયા હો કે નારાજ થયા હો પણ તે અવસ્થા વધારે વખતના ચાલે અને તેની અસર પણ તમારા મન ઉપર ના હોય આને ‘ડિપ્રેશન’ ના કહેવાય પણ ડિપ્રેશન એટલે હતાશા.

જેમાં કારણરૂપ નજીકના સગાનું મૃત્યું થયું હોય, ધંધામાં નુકસાન થયું હોય, પરીક્ષામાં નાપાસ થયા, ઘરથી દૂર રહેવાનું હોય અવાા કોઈ કારણને લીધે બધાનું નહીં પ,ણ કોઈકનું મન અસ્વસ્થ થઈ જાય અને તેને જિંદગીમાંથી રસ ઉડી જાય એટલું જ નહીં પણ પોતાના કામમાં પણ ધ્યાન ના આપી શકે. કશું જ કરવાનું તેને ગમે નહીં.

માનવીના મનની એવી એક પરિસ્થિતિ જેમાંં તેને સતત દુઃખનો જ અનુભવ થાય અને દુનિયાની બધા જ પ્રકારની વસ્તુઓ જેવી કે ખાવાની, પીવાની, ફરવા જવાની, મિત્રોને મળવાની, અને આનંદ કરવાની, હસી ખુશીની વાતો કરવાની બધી જ વસ્તુઓમાંથી રસ ઉડી જાયછે. કોઈ વાર તમારા પરિચયમાં એવી કેટલીયે વ્યક્તિ આવતી હશે જેઓ એકલા રહેવાનું પસંદ કરે, ખાસ ાત ના કરે, તમે વાત કરો તે પણ તેમને ના ગમે, તમે બોલાવો તો જ બોલે.

એકાંત પસંદ કરે અને દરેક વખતે તેમનો અભિગમ નકારાત્મક (નેગેટિવ એટીટ્યુડ) હોય. ઘરમાં આનંદનો પ્રસંગ હોય ત્યારે પણ પોતે શોકમાં હોય તેવું લાગે. પેહલા જે જે વસ્તુઓ એમને ગમતી હોય તે પણ ના ગમે. તેમના મોં ઉપર દેખાઈ આવે તેવી ઉદાસી હોય. ઘરના લોકો સાથે પણ અતડા રહે. કોઈની સાથે પોતાની તકલીફનો વાત ના કરે, આ બધાને ડિપ્રેશનના લક્ષણો છે એક પ્રકારનો માનસિક રોગ કહેવાય.

જૂના જમાનામાં કોઈને ડિપ્રેશન થતું નહોતું અત્યારે થાય છે એનું કારણ પહેલાના જમાનામાં પુરૂષ હોય કે સ્ત્રી ઘરનું હોય કે બહારનું બધું જ કામ પોતાની જાતે જ કરવુ પડતું હતું. મોટે ભાગે સંયુક્ત કુટુંબમાં માનવી રહેતો હતો. શારીરિક શ્રમનું મહત્વ હતું. વસ્તી આજના જેટલી વધારે નહોતી.

આજના જેટલી હરિફાઈ નહોતી પરિણામે દરેક વ્યક્તિના મનમાં શાંતિ અને સંતોષ હતા. રાત્રે નિરાંતે ઉંઘી શકતા હતા. અપવાદ બાદ કરતાં મોટે ભાગે કોઈના મનમાં ચિંતા, સંતાપ કે તનાવ નહોતો. સંતોષ અને શાંતિની જગ્યાએ જબરજસ્ત અસંતોષ અને અશાંતિ આવી ગયા છે.

માનવીનું જીવન બદલાઈ ગયું છે. જીવનમાંથી આનંદ જતો રહ્યો છે. નાના હોય ત્યારે સારી નોકરી કે ધંધો કરીને ખૂબ કમાવાની ચિંતા. લગ્ન થાય ત્યારે પત્ની, બાળકો અને વડીલોની ચિંતા આ રીતે બાળકથી માંડીને વૃધ્ધ સુધી સૌને અસહ્ય માનસિક તનાવ છે.

ડિપ્રેશનના કારણો? -કારણો ઘણા જ છે પણ હજુ સુધી મેડિકલ કોમ્યુનિટી અને સંશોધકો ડિપ્રેશનના ચોક્કસ કારણો શોધી શક્યા નથી છતાં તેમના જણાવ્યા પ્રમાણે આટલા શક્ય કારણો છે જેવા કે ૧. ધંધામાં નુકસાન ગયું હોય ર. નોકરીમાંથી છુટા કર્યા હોય, ૩. પતિ/પ ની કે અંગત સગાનું અવસાન થયું હોય. ૪. છૂટાછેડા થયા હોય પ. ઘર ચલાવવાની મુશ્કેલી હોય.

૬. ફેમિલીથી દૂર રહેવાનું થયું હોય ૭. લાંબી બીમારી હોય ૮. નાનપણમાં કોઈ ઘરના કે બહારના તરફથી માનસિક ત્રાસ થયો હોય જેમ કે અભ્યાસ માટે વારે વારે ઠપકો મળતો હોય કે માર પડતો હોય ૯. કોઈપણ પ્રકારની બીક લાગતી હોય જેમ કે પરીક્ષામાં નાપાસ થવાની, નવી જાેબમાં બોસનો ઠપકો મળશે તો, નોકરીમાંથી છૂટા કરશે તો

૧૦. નાનપણમાં ઘરના કે બહારના કોઈએ જાતિય રીતે પરેશાન કર્યા હોય ૧૧. પ્રેમમાં નિષ્ફળતા મળી હોય ૧ર. કુટુંબથી દૂર જવાનો અને રહેવાનો પ્રસંગ બન્યો હોય. ૧૪. ડાઈવોર્સ થયા હોય ૧પ. મનમાં કંઈક ખોટું કે અશુભ થવાનો સતત ડર રહેતો હોય

૧૬. જીનેટીક (વારસાગત) કારણલ મેડિકલ કારણોની વાત કરીએ તો ૧૭. કોઈ બીમારી જેમ કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હાર્ટ એટેક કે કેન્સરનું નિદાન થયું હોય ૧૮. હાઈપોથઈરોઈડિઝમ એટલે કે થાઈરોઈડ હોર્મોન ઓછો નીકળતો હોય ૧૯. બ્લડપ્રેશરની દવાઓની આડઅસર હોય ર૦. કોર્ટિકોસ્ટેરોઈડની દવાઓ લાંબા વખત સુધી લીધી હોય ર૧. મગજના ન્યૂરોટ્રાન્સમીટરનું લેવલ ઓછું થઈ ગયું હોય

રર. જેને બાયપોલર ડિસઓર્ડર હોય ર૩. વાતાવરણના ફેરફારો અને સોશિયલ ફેક્ટર્સ આગળ જણાવ્યા પ્રમાણે ડિપ્રેશનના વારસાગત કારણો સિવાય આજના જમાનામાં ડિપ્રેશન થવાના કારણોમાં મુખ્ય કારણ છે માનસિક તનાવ. ડિપ્રેશન કોઈને પણ થઈ શકે સ્ત્રી હોય કે પુરૂષ ખાસ કરીને ૩૦-૪૦ વર્ષ પછી થાય. ગમે તે કારણ હોય વ્યક્તિ જ્યારે મુંઝાઈ જાય ત્યારે લક્ષણો કોઈવાર અઠવાડિયા, મહિના કે વરસો સુધી રહે.

ડિપ્રેશનના લક્ષણો? ૧. કુટુંબના કે બહારના સાથે બોલવા ચાલવાનું ઓછું થઈ જાય. ર. પહેલા જે વસ્તુઓ અને પ્રવૃત્તિ ખૂબ ગમતી હતી તે બધામાંથી રસ ઉડી જાય. ૩. પતિ/પત્ની સાથે જાતીય સમાગમની વૃત્તિ ઓછી થઈ જાય કે તદ્દન બંધ થઈ જાય. ૪. ખોરાક ઓછો થઈ જાય. સારામા સારો ખોરાક જે પહેલાં નિરાંતે ખાતા હતા ત ના ખાય અથવા ઓછો ખાય. પ. કારણ વગર વજન ઓછું થાય અથવજા તો વધે.

૬. બિલકુલ ના ઉંઘે, ઓછું ઉંંઘે અથવા ર૪ કલાકમાંથી ૧ર કલાક ઉંઘે. ૭. વારે વારે કોઈ કારણ વગર ગુસ્સે થઈ જાય. ૮. સતત અકળાયેલા અને ઘરમાં આંટા માર્યા કરે. ૯. વાત કરવાનુ પસંદ ના કરે ૧૦. બોલે તે ધીમે ધીમે અને સમજાય નહીં તેવું બોલે.

૧૧. થાક બહુ લાગે ૧ર. સતત પોતે કોઈ કામને લાયક નથી એવું બોલ્યા કરે. ૧૩. કોઈપણ બાબતે જલ્દી વિચાર કરી ના શકે. ૧૪. કુટુંબીજનો કે મિત્રો સાથેનો સંબંધ ઓછો કરી નાખે. ૧પ. નોકરી કે ધંધાનું કામ જે કરતા હોય તે સતત અટક્યા વગર કે આરામ લીધા વગર કર્યા જ કરે. ૧૬. લક્ષણો વધે ત્યારે દારૂ સિગારેટના બંધાણી થ જાય. ૧૭. સ્ત્રીઓમા ઉપરના બધા જ  લક્ષણો જલદી થાય.

ડિપ્રેશનની સારવાર કેવી રીતે થાય ?
નિષ્ણાંત સાઈકીયાટ્રીસ્ટની સલાહ લઈને સારવાર કરવી જાેઈએ જેમા તેની સલાહ પ્રમાણે ૧. સાયકોથેરેપિ (ટોકિંગ થેરેપિ) અને દવાઓ જેમા એન્ટિડિપ્રેશન્ટ દવાઓ આપવી જાેઈએ.

હર્બલ મેડિસિનમાં ૧. સેન્ટ જાેન્સ વાર્ટ ર. જીન્સેન્ય ૩. ચેમોમિલ ૪. લવન્ડર વગેરે ફાયદો કરેછે. એમ હર્બલ મેડિસિનના નિષ્ણાંતો જણાવે છે. પણ અમેરિકાની પ્રખ્યાત સંસ્થા ‘ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ (એફ.ડી.એ.) તે બધાને માન્યતા નથી આપતી.

ખોરાક કયો આપવો જાેઈએ?
૧.વધારે ખાંડવાળા પદાર્થો ખાવા ના જાેઈએ. ઈનો અર્થ કે વધારે ખાંડવાળી ચા, કોફી, તથા મીઠા શરબતો, મીઠાઈઓ, કેક, પેસ્ટ્રી, ગળ્યા બિસ્કીટો અને ગળપણ વાળા બજારમાં મળતા ફ્રૂટ જ્યુઈશ ન લેવા જાેઈએ.

ર. તાજા ફળો, લીલા શાકભાજી, ઓલિવ અઈલ અને નોન વેજીટેરિયન માટે ફિશ લેવી જાેઈએ.

૩. ડિપ્રેશન દૂર કરવાની સચોટ દવા એટલે નિયમિત કસરત ગણાય છે.ટેક્સાસના સાયકોલોજીસ્ટ ડો જેસ્પરે ૩૦૦ વ્યક્તિઓ ઉપર છ માસ સુધી પ્રયોગ કર્યા પછી ચિંતા અને ડિપ્રેશન દૂર કરવાનો એક નવો, નાના મોટા સૌ કોઈ અજમાવી શકે નિયમિત ગમતી કસરત ધીરે ધીરે વધારીને ૩૦ થી ૪૦ મિનિટ કરવાનો જણાવ્યો છે.

સંશોધકોએ પ્રયોગો પછી ચોક્કસ જણાવ્ય્‌ કે કસરતથી મગજની રાસાયણિક ક્રિયા (કેમેસ્ટ્રી) માં વેગ આવે છે અને મુડને સારો કરનારા બે ન્યુરોટ્રાન્સમીટર્સ ૧. સેરોટીનની ર. નોર એપીએફ્રીન ખૂબ પ્રમાણમાં નીકળે છે અને તેને લીધે વ્યક્તિના શરીરના જીન્સને શક્તિ મળે છે. અને પરિણામે સ્ટ્રેસ હોર્મોન્સ (કોર્ટીકો સ્ટરોઈડઝ) ઓછા થાય છે. અને ડિપ્રેશન તદ્દન જતું રહે છે.

કઈ કસરત કરશો ?
૧. છેલ્લા પાંચ વર્ષમાં કોઈ કસરત કરી ના હોય તો મેડીકલ ચેકઅપ કરાવ્યા પછી જ કસરત શરૂ કરશો. ર. કસરત એવી કરજાે કે જેમાં એરોબીક પાર્ટ એટલે જેનાથી હ્ય્દયના ધબકારા વધે, ફેફસાને વધારે ફૂલવું પડે અને રક્તવાહિનીની ક્ષમતા વધે.

૩. ફ્લેક્સીબીલીટી એટલે આસનો જેનાથી સાંધાની ક્ષમતાવધે અને ૪. મસલપાવર એન્ડ એન્ડયોરન્સ જેનાથી સ્નાયુની શક્તિ અને એન્ડયોરન્સ વધે પ. કોઈ પણ કસરત ૪૦ મિનિટથી વધારે કરવાની નથી. પ. કસરતનું પ્રમાણ ધીરે ધીરે વધારશો.

૬. સમય અનુકૂળ હલય તે પ્રમાણે ચાલવા-દોડવા-સાયકલ ચલાવવા કે તરવાજાઓ. ૭. ઘરમાં દાદરા (સીડીન્નું એક જ પગથિયું ચડઉતર કરવાની કસરત પણ ધીરે ધીરી વધારી ૪૦ મિનિટ કરી શકાય. ૮. ફક્ત આસન અથવા ફક્ત હેલ્થ ક્લબમાં વજન ઉચકવાની કે મશીનની મદદથી કમરવાની કસરત તે સંપૂર્ણ કસરત નથી.

૯. હમણાં હમણાં ખૂબ પ્રચાર પામેલી લાફીંગ કલબની કસરત પણ કરી શકો કારણ એમા કસરત સાથે ઘણા લોકોને મળવાનું થાય છે અને તે ડિપ્રેશન માટેની દરેક જણ અજમાયશ કરી શકે તેવી કસરત કરો અને ટૂંક જ સમયમાં તેનો ફાયદો મેળવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.