Western Times News

Gujarati News

દેશમાં ૨૪ કલાકમાં વધુ ૪૩૫૦૯ લોકો સંક્રમિત થયા

નવી દિલ્હી: ભારતમાં કોરોના કેસોની સંખ્યા સતત ૪૩ હજારથી ઉપર નોંધાઈ રહી છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક ફરીથી ૪ લાખથી ઉપર પહોંચી ગયો છે. રાહતની વાત એ છે કે દેશમાં કોવિડ રિકવરી રેટ ૯૭.૩૯ ટકા થઈ ગયો છે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૩,૫૦૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૫,૨૮,૧૧૪ થઈ ગઈ છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૭ લાખ ૧ હજાર ૬૧૨ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૮,૪૬૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૦૩,૮૪૦ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૨૨,૬૬૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૮ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૬,૨૬,૨૯,૭૭૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૭,૨૮,૭૯૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના કેસોની વાત કરીએ તો, બુધવાર સાંજ સુધીમાં ૨૩ જિલ્લા અને ૩ મહાનગરોમાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે. જ્યારે બાકીના ૮ જિલ્લા અને ૫ મહાનગરોમાંથી મળીને રાજ્યના કુલ ૨૮ કેસ નોંધાયા છે. જેની સામે આજે ૩૯ દર્દીઓ સાજા થઈ ગયા છે. રાજ્યમાં કોવીડના કારણે આજે એક પણ મોત નથી. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો પણ રેકોર્ડબ્રેક તળિયે પહોંચી ગયો છે. ફક્ત ૨૭૪ એક્ટિવ કેસ અને ૦૫ વેન્ટિલેટર દર્દી સાથે રાજ્યમાં રિકવરી રેટ ૯૮.૭૫ ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરસથી થયેલા મોતનો આંકડો ૧૦,૦૦૭૬ પર સ્થિર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.