Western Times News

Gujarati News

ઓગસ્ટ મહિનામાં બેંકો ૧૫ દિવસો સુધી બંધ રહેશે

નવીદિલ્હી: આવતા મહીને અનેક તહેવારો આવી રહ્યા છે . ત્યારે લોકો તહેવારોના મૂડ માં વધુ જાેવા મળશે. ત્યારે અનેક સરકારી કચેરી તેમજ બેંકો માં રજા રહશે. રાજય માં બેન્ક સુવિધાઓ આગામી મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં ૧૫ દિવસો સુધી બંધ રહેશે. આવામાં જરૂરી છે કે સમય રહેતા બેન્કોના કામો જલ્દી પત્તાવી દેવા જાેઇએ. જાેકે દેશભરમાં તમામ બેન્ક બેન્ક ૧૫ દિવસ બંધ નહીં રહે કેમકે આરબીઆઇ દ્વારા નક્કી કરેલી રજાઓમાં કેટલીક રજાઓ નક્કી કરવામાં આવી છે .કેટલાક રાજ્યોમાં રજાઓ રહેશે, વળી અન્ય રાજ્યોમાં બેન્ક ખુલ્લી રહેશે. વળી, જાણકારી અનુસાર, કેટલીક જગ્યાએ પર બેન્ક સતત ત્રણ દિવસ બંધ રહેશે.

દિવસે બેન્કમાં રહેશે તે જાેઇએ તો ૧-ઓગસ્ટે રવિવારના કારણે બેન્કો બંધ રહેશે.,૮- ઓગસ્ટે રવિવારના કારણે બેન્કો બંધ રહેશે.,૧૩-ઓગસ્ટે પેટ્રિયટ ડે- ઇમ્ફાલમાં બેન્કો બંધ રહેશે.,૧૪ -ઓગસ્ટે મહિનાનો બીજાે શનિવાર હોવાના કારણે બેન્કો બંધ રહેશે.,૧૫ -ઓગસ્ટે રવિવારના કારણે બેન્કો બંધ રહેશે.,૧૬ -ઓગસ્ટે પારસી નવુ વર્ષ- મુંબઇ, બેલાપુર અને નાગપુરમાં બેન્કો બંધ રહેશે.,૧૯ -ઓગસ્ટે મોહરમના કારણે અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકત્તા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે.,૨૦- ઓગસ્ટે મોહરમ-ફર્સ ઓનમના કારણે બેંગ્લુરુ, ચેન્નાઇ, કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેન્કોની સેવાઓ બંધ રહેશે.,૨૧- ઓગસ્ટે થિરુવોણમના કારણે કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેન્કો બંધ રહેશે.,૨૨- ઓગસ્ટે રવિવારના કારણે બેન્કો બંધ રહેશે.૨૩- ઓગસ્ટે શ્રી નારાયણ ગુરુ જયંતીના કારણે કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેન્કો બંધ રહેશે.૨૮ -ઓગસ્ટે મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે બેન્કો બંધ રહેશે.,૩૦ -ઓગસ્ટે જન્માષ્ટમીના કારણે અમદાવાદ, ચંડીગઢ, ચેન્નાઇ, દેહરાદૂન, જયપુર, જમ્મૂ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલાંગ, શિમલા અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.