Western Times News

Gujarati News

મેડિકલ કોર્સમાં ઓબીસી ૨૭ ટકા, ઇડબ્લ્યુએસને ૧૦ ટકા અનામત

નવીદિલ્હી: મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. તેમાં અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ (માટે અનામત લાગૂ થવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેમાં અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ/ડેન્ટલ કોર્સ માટે ૨૭ ટકા અને ઈડબ્લ્યુએસ કોટામાં ૧૦ ટકા અનામત મળશે. આ સ્કીમ ૨૦૨૧-૨૦૨૨ના સત્રથી લાગૂ થશે.

જાણકારી પ્રમામે આશરે ૫૫૫૦ વિદ્યાર્થીઓને તેનો ફાયદો મળશે. કેન્દ્ર સરકારે પછાત વર્ગો અને ઈડબ્લ્યુએસને અનામતનો ફાયદો આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. તેને લાગૂ કરવા માટે પીએમ મોદીએ થોડા સમય પહેલા રિવ્યૂ મીટિંગ પણ કરી હતી. મહત્વનું છે કે હઙ્ઘટ્ઠ ના અન્ય પછાત વર્ગ (ઓબીસી) ના સાંસદોના એક પ્રતિનિધિમંડળે બુધવારે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે અખિલ ભારતીય ચિકિત્સા શિક્ષણ કોટામાં ઓબીસી અને આર્થિક રીતે પછાલ વર્ગના ઉમેદવારો માટે અનામત લાગૂ કરવાની માંગ કરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.