Western Times News

Gujarati News

એન્જિ. કોર્સના ૧૧ ભાષામાં ભાષાંતરથી છાત્રોને લાભ થશે

નવી દિલ્હી: દેશમાં નવી શિક્ષણ નીતિ લાગૂ થવાને એક વર્ષ પૂરુ થયું છે. આ તકે પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ દેશના શિક્ષણવિદોને સંબોધિત કર્યા છે. છેલ્લા એક વર્ષમાં દેશના બધા શિક્ષણવિદોએ નવી શિક્ષણ નીતિને પાયા પર ઉતારવામાં ખુબ મહેનત કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધાર બનાવી અનેક ર્નિણયો લેવામાં આવ્યા છે. આપણે તે યાદ રાખવાનું છે કે નવી શિક્ષણ નીતિ જ ભવિષ્યના ભારતનો આધાર નક્કી કરશે અને તમામ અન્ય ફેક્ટર્સમાં સૌથી મહત્વનું કારણ હશે. ૨૧મી સદી પ્રમાણે આજના યુવા પોતાની વ્યવસ્થા અને પોતાની દુનિયાને પોતાના હિસાબથી બનાવવા ઈચ્છે છે. તેવામાં તેને એક્સપોઝર જાેઈએ અને જૂના બંધનોમાંથી મુક્તિ આપવી જાેઈએ.

તેમણે કહ્યું કે, અમે સ્થાનીક ભાષાને પ્રમુખતા આપવાનો ર્નિણય લીધો છે. એન્જિનિયરિંગનો અભ્યાસ હવે તમિલ, મરાઠી, બાંગ્લા સહિત ૫ ભાષાઓમાં શરૂ થવાનો છે. આ સિવાય કુલ ૧૧ ભાષાઓમાં એન્જિનિયરિંગના કોર્સનું ભાષાંતર શરૂ થઈ ચુક્યુ છે. તેનો સૌથી વધુ લાભ દેશના ગરીબ અને મિડલ ક્લાસના વિદ્યાર્થીઓને થશે. દલિતો અને આદિવાસીઓને થશે. આ પરિવારોમાંથી આવતા લોકોને લેંગ્વેજ ડિવાઇડનો સામનો કરવો પડતો હતો. માતૃભાષામાં અભ્યાસથી ગરીબ બાળકોનો આત્મવિશ્વાસ વધશે. આ સિવાય પ્રારંભિક શિક્ષણમાં પણ માતૃભાષાને પ્રમોટ કરવાનું કામ શરૂ થઈ ગયું છે.

આપણે જાેઈ રહ્યાં છીએ કે નાના શહેરો અને ગામડામાંથી નિકળી યુવા કેવા-કેવા કમાલ કરી રહ્યાં છે. આપણે ટોક્યો ઓલિમ્પિકમાં પણ જાેઈ શકીએ કે ભારતના અંતરિયાળ વિસ્તારમાંથી નિકળી યુવા પણ દેશનું નામ રોશન કરી રહ્યા છે. આર્ટિફિશેયલ ઇન્ટેલિજન્સથી લઈને મશીન લર્નિંગ સુધીમાં યુવાઓ સફળતા મેળવી આગળ વધી રહ્યાં છે. આ યુવા ભારતની સ્ટાર્ટઅપ સિસ્ટમમાં ક્રાંતિ લાવી રહ્યાં છે. ડિજિટલ ઈન્ડિયાને નવી ગતિ આપી રહ્યાં છે. તમે કલ્પના કરો કે જ્યારે આ યુવા પેઢીને પોતાના સપનાને અનુરૂપ વાતાવરણ મળશે તો તેની શક્તિ કેટલી વધી જશે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, દેશના યુવા હવે ગમે ત્યારે પોતાની સ્ટ્રીમમાં ફેરફાર કરી શકે છે. હવે તેમને આગળ તે ડર રહેશે નહીં કે જાે તેમણે કોઈ એક સ્ટ્રીમ પસંદ કરી તો પછી બદલી શકશે નહીં. હવે આ ડર જ્યારે યુવાઓના મનમાંથી નિકળશે તો તેમના મનમાંથી તમામ પ્રકારના ડર નિકળશે અને તે નવા પ્રયોગ કરવા માટે તત્પર હશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આપણા યુવાઓએ દેશને સમર્થન બનાવવા માટે દુનિયાના મુકાબલે એક ડગલું આગળ વધી વિચારવુ પડશે. પીએમ મોદીએ કહ્યુ કે મને ખુશી છે કે છેલ્લા એક વર્ષમાં દેશની ૧૨૦૦થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ સ્કિલ ઈન્ડિયા સાથે જાેડાયેલા કોર્સની શરૂઆત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.