Western Times News

Gujarati News

નરોડા વોર્ડના સ્વચ્છતા અભિયાનનું તૂત ચલાવતા એ અધિકારીઓ કોણ છે?

નરોડા વોર્ડ ના સ્વચ્છતા અભિયાન ના ઇન્ચાર્જ અધિકારીઓ ડોર ટુ ડોર કચરો ઉપડાવતા નથી અને કચરો ઉપાડનારી ગાડીઓ ના આવે ત્યારે કચરો કચરા પેટી માં નાખી શકાય તેનું આયોજન કરતાં નથી અને કચરા ની લારીઓ જપ્ત કરી પ્રપંચ ચલાવે છે તો તેની તપાસ મ્યુ.કમિશ્નર શ્રી મુકેશકુમાર કરશે?!

તસવીર અમદાવાદ મ્યુ. કચેરી ની છે જ્યાં બેસી ને અમદાવાદ શહેર ના મ્યુ.કમિશ્નર શ્રી મુકેશકુમાર, મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન વહીવટ ચલાવે છે! અને દરેક ઝોન ના ડે.કમિશ્નરો પાસે થી કામ લે છે પરંતુ ચોકાવનારી હકીકત એ બાર આવી છે કે ઉત્તર ઝોન ના નરોડા વોર્ડ માં કઠવાડા રોડ વ્યાસ વાડી પાસે આવેલી સોસાયટીઓ માં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની ગાડીઓ નિયમિત આવતી નથી

અને આ વિસ્તાર માં કેટલીક જગ્યાએ આવા સંજાેગો માં કચરો નાખવા માટે મ્યુ.કોર્પોરેશન ના અધિકારીઓ એ કચરા પેટી મૂકી નથી કારણ કે કચરા પેટી માથી નિયમિતિ કચરો ઉપાડાય નહીં તો કોઈ ને જવાબ આપવો ના પડે!! નરોડા વોર્ડ માં કચરા નું ઇન્સ્પેક્શન કરનારા પૈકી ના કેટલાક અધિકારીઓ નરોડા વ્યાસ વાડી પાસે ની સોસાયટીઓ ને કચરો ઉપાડનારી ગાડી ના આવે ત્યારે કચરો ક્યાં નાખવો એની ગંભીર સમસ્યા ઊભી થઈ છે

આ કથિત પ્રપંચી અધિકારીઓ સોસાયટી માથી કચરો બાર નાખવા કોઈ નીકળે તો તેમની કચરા ની લારીઓ જપ્ત કરી ધમકાવે છે પરંતુ નરોડા વોર્ડ માં વ્યાસ વાડી પાસે કચરા નું ઇન્સ્પેક્શન કરવા નીકળતા અધિકારીઓ માં એટલી સૂજ નથી કે ડોર ટુ ડોર કચરો ઉપાડવા ગાડીઓ નિયમિત આવતી નથી અને કચરા પેટી પણ મૂકવા માં આવતી નથી

ત્યારે કહેવાતા સ્વચ્છતા અભિયાન ના આ ર્નિલજ અધિકારીઓ સામે મ્યુ.અધિકારી શ્રી મુકેશ કુમાર ક્યારે પગલાં લેશે? કચરા ની ગાડીઓ આજ દિન સુધી આવા અધિકારીઓ કેટલી ભેગી કરી છે અને ડોર યુ ડોર કચરો ઉપાડવા ગાડીઓ જતી નથી તે અંગે શું પગલાં લીધા છે ?

અને કચરા પેટીઓ ના મુકાય તો લોકો કચરો ક્યાં નાખે તેમનો વિકલ્પ વિચારવાની ક્ષમતા ઉત્તર ઝોન ના અધિકારીઓ માં નથી તેની ગંભીર નોંધ ઉત્તર ઝોન ના ડે.કનિશનર લેશે?! કે પછી મ્યુ. કોર્પોરેશન સામે પગલાં લેવા માટે ગુજરાત હાઇકોર્ટ ના દરવાજા ખટખટાવ પડશે?! ( તસવીર સમાચાર ભરત ઠાકોર તથા મુસ્કાન દ્વારા)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.