Western Times News

Gujarati News

પેગાસસ કથિત જાસૂસીકાંડમાં ન્યાયાધીશો તપાસ કરશે!!

પેગાસસ કથિત ‘જાસૂસીકાંડ’ એ ભારતની સુપ્રીમ કોર્ટે ‘વ્યક્તિગત ગુપ્તતાના અધિકાર પર આપેલા ચુકાદા પર ખુલ્લો પ્રહાર છે ત્યારે પશ્ચિમ બંગાળની સરકારે રચેલા તપાસ પંચમાં ન્યાયાધીશો શું તારણ કાઢશે?!

તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે ભારતના બંધારણની કલમ ૨૧ દ્વારા સુનિશ્ચિત કરાયું છે કે “કાયદાથી પ્રસ્થાપિત કાર્યવાહી અનુસાર સિવાય વ્યક્તિના જીવન કે સ્વાતંત્ર્ય થી વંચિત કરી શકાશે નહીં”!! ભારતની સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ શ્રી જે.એસ ખેહરના વડપણ હેઠળના નવ ન્યાયાધીશની બેન્ચે ચુકાદો આપતા જસ્ટીસ શ્રી અભય મનોહર સપ્રે એ કહ્યું છે કે “વ્યક્તિગત ગુપ્તતા કુદરતી છે જેને વ્યક્તિ થી ભીન્ન કરી શકાય નહીં, રાઇટ ટુ પ્રાઈવેસી નો અધિકાર વ્યક્તિને જન્મ સાથે જ મળી જાય છે અને મૃત્યુ સુધી અનંત રહે છે”!!

જ્યારે આ જ ચુકાદામાં ડી.વાય.ચંદ્ર્‌ચુડ કહે છે કે“ રાજ્ય જીવન કે સ્વતંત્ર નથી આપતું અને બંધારણ પણ તે નથી આપતું કોઈપણ સભ્ય દેશ વ્યક્તિના જીવન અને વ્યક્તિ સ્વતંત્ર પર તરાપ મારવાનો વિચાર કરી શકે નહીં”!! સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી સંજય કિશન કોલે કહ્યું છે કે “ઘરના માલિક કોઈ એક વ્યક્તિને ઘરમાં પ્રવેશવાની મંજુરી આપે તો તેનો અર્થ એ નથી કે બધા તેના ઘરમાં પ્રવેશી શકે”!!

જ્યારે જસ્ટિસ શ્રી જે. ચેલ્મેશ્વરે કહ્યું હતું કે “કોઈ સ્ત્રી બાળકને જન્મ આપવા ન માગતી હોય ને ગર્ભપાત કરાવવા માગતી હોય તો એ એનો મૌલિક અધિકાર છે”!! સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના એ કહ્યું છે કે “સ્વતંત્ર ન્યાયતંત્રે સરકારના ર્નિણયો ચકાસવા માટે જરૂરી છે”!!

બીજી તરફ અમેરિકાની કેન્દ્રીય ગુપ્તચર એજન્સી સીઆઈએ પૂર્વ કોમ્પ્યુટર એક્સપર્ટ એડવર્ડ ને પણ આશંકા છે કે પોગાસસ સ્પાયવેર ટેકનિકથી આજે પચાસ હજાર લોકોની જાસુસી થઈ રહી છે ભવિષ્યમાં પાંચ કરોડ લોકોની જાસુસી થઈ શકે છે પરમાણુ શસ્ત્રોની જેમ સ્પાયવેર ધંધાનું માર્કેટ બનાવવાને પણ મંજૂરી ન મળવી જાેઈએ”!!

ભારતમાં સંસદ ના બંને ગૃહમાં પોગાસસ કથિત વિવાદમાં વિરોધ થયો છે તે નિષ્પક્ષ તપાસની માગણી કરાઈ છે જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસ પંચને હુકમ કર્યો આ તપાસ પંચમાં ડાબી બાજુથી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ શ્રી મદન લોકુર અને કલકત્તા હાઈકોર્ટના પૂર્વ પ્રમુખ ન્યાયાધીશ જ્યોતિરમય ભટ્ટાચાર્ય ને તપાસ સોંપવાનો આદેશ કર્યો છે પશ્ચિમ બંગાળ આવી તપાસ કરનાર પ્રથમ રાજ્ય છે જાેઈએ આ મુદ્દો વ્યક્તિગત પોતાના અધિકાર સાથે જાેડાયેલો છે ત્યારે તપાસ પંચ તપાસ કરીશું તારણ કાઢે છે આ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરાઇ છે (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

સમગ્ર વિશ્વમાં પડેલા ઘેરા પ્રત્યાઘાત છતાં કેન્દ્ર સરકારના એક મંત્રી કહે છે કે આતંકવાદીઓ અને માઓવાદીઓ પર નજર રાખવા સરકાર જાસૂસી માટે કયું સોફ્ટવેર વાપરે છે તે કહેશે નહીં! તો પછી પત્રકારો, ન્યાયાધીશો, વકીલો, ઉદ્યોગપતિઓ અને સેનાના પૂર્વ અધિકારીઓની કથિત જાસૂસી થતી હોય તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અટકાવવી જાેઈએ!!

અમેરિકાની સુપ્રીમ કોર્ટના ૧૧ મુખ્ય ન્યાયાધીસ એ ચાર્લ્સ ઇવાન હયુજીસે કહ્યું છે કે “જ્યારે આપણે અન્ય કરતાં જુદા હોવા નો અધિકાર ખોઈ બેસીએ છીએ ત્યારે મુક્ત હોવાનો અધિકાર પણ સાથે જ ખોઈ નાખીએ છીએ”!! રશિયાના કર્મશીલ નેતા વ્લાદિમીર લીચ લેનિને પણ કહ્યું છે કે “કોઈ નુ રાજ તપતું હોય ત્યાં સુધી સ્વતંત્રતા નથી હોતી અને સ્વતંત્રતા હોય ત્યાં સુધી કોઈ નું રાજ નથી હોતું”!!

લોકશાહી માનવ અધિકાર અને મૂળભૂત સ્વાતંત્ર માનનારાઓ ઇઝરાયેલ કંપનીનો એન.એસ.ઓ ના પોગાસસ જાસૂસી કાંડ માં પત્રકારો, ન્યાયાધીશો, નેતાઓ, વકીલો, ઉદ્યોગપતિઓ તથા કર્મશીલ સામાજિક કાર્યકરો નો જાસૂસી મુદ્દે અત્યંત ગંભીર બાબત છે તેને હળવાશથી ભારત ની પ્રજા લેશે તો વ્યક્તિગત ગુપ્તાનો અધિકાર ખોઈ બેસશે!

દેશના બંધારણની ગરીમા જાળવવા નું કામ સુપ્રીમકોર્ટના ચુકાદાઓ નું ગૌરવ જાળવવાનું કામ અને માનવીની મૂળભૂત અધિકારોની રક્ષા કરવાનું કામ પણ સરકારનું છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વતંત્રતાના સમર્થક અને ચાહક છે ત્યારે દેશમાં આતંકવાદીઓની માઓવાદીઓની નહીં બલ્કે સ્વતંત્ર વિચારધારાને વરેલા ની જાસૂસી થઈ રહી છે ત્યારે સરકાર નીડરતા થી તપાસ કરી પોતાની સામે થઇ રહેલા આક્ષેપો નો ખુલાસો કરશે?!

અમેરિકાના પૂર્વ પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ એ સુંદર રીતે કહ્યું છે કે “માનવીઓ શક્તિ આગળ ઝૂકીને ગુલામ નથી બનતા એ લોકોનું માનસ જ ગુલામ હોય છે”!! ભારતમાં તારીખ ૨૫, ૨૬ જૂન ૧૯૭૫ના રોજ સમગ્ર દેશમાં આંતરિક કટોકટી જાહેર કરવામાં આવેલી ત્યારે તે વખતે દેશના વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધ સામે વિરોધ પક્ષોએ ભારે ઉહાપોહ મચાવેલો અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘કટોકટી’ને આઝાદીની હત્યા ગણાવી ઉગ્ર પ્રચાર કરેલો આજે તેમની સરકારમાં જ પોગાસસ જાસૂસી કાંડ સર્જાયો હોવાનું કહેવાય છે

અને લોકોના મૂળભૂત સ્વતંત્ર અને લોકશાહી મૂલ્ય પર આક્રમણ કર્યું છે ત્યારે નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટના સીટીંગ ન્યાયાધીશોની પેનલ દ્વારા મુક્ત અને ન્યાય તપાસ કરાવવી જાેઇએ કેન્દ્ર સરકારના એક મંત્રી શ્રી એમ કહે છે કે ““આતંકવાદીઓ માઓવાદીઓ જેવા સંગઠનો પર નજર રાખવા અમે શ્રી નરેંદ્રભાઈ મોદી વડાપ્રધાન ભારત સરકાર કયા સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ તે જાહેર કરી શકીએ નહીં ”!!

પરંતુ અહીંયા પત્રકારો, ન્યાયાધીશો, નેતા, વકીલો, પૂર્વ લશ્કરી અમલદારો ઉદ્યોગપતિઓની જાસૂસી થયાનો આક્ષેપ છે ત્યારે શ્રી નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની પ્રતિષ્ઠા ના બગડે એ માટે સત્ય સુધી પહોંચવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.