Western Times News

Gujarati News

મલાઈકા આરોરાએ અર્જુન કપૂર માટે પાસ્તા બનાવ્યા

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર એકબીજા માટે કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ઘણીવખત ચર્ચામાં રહ્યા છે. ત્યારે ફ્રેન્ડશિપ ડે પર મલાઈકા અરોરાના ઘરે અર્જુન કપૂરે લંચ કર્યું અને રવિવાર એન્જાેય કર્યો. મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પાસ્તા સહિતના ફૂડના કેટલાંક ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. મલાઈકા અરોરાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલાંક ફોટોગ્રાફ્સ શેર કર્યા છે કે જેમાં ડાઈનિંગ રૂમ, ડાઈનિંગ ટેબલ અને ફૂડ જાેવા મળી રહ્યું છે.

એક ફોટો અર્જુન કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની સ્ટોરી પર પણ શેર કર્યો છે. જેમાં મલાઈકા અરોરા જાેવા મળી રહી છે. આ સાથે જ કેપ્શનમાં અર્જુન કપૂરે લખ્યું કે ‘પાસ્તા અને પાસ્તા બનાવનાર’ મલાઈકા અરોરાએ એક ફોટોગ્રાફ શેર કર્યો છે કે જેમાં તે અર્જુન કપૂર સાથે લંચ કર્યા બાદ ચિલ કરતી જાેવા મળી રહી છે. મલાઈકા અરોરાએ આ સાથે લખ્યું કે ‘મારો સન્ડે વ્યુ’. ત્યારબાદ અર્જુન કપૂરે આ ફોટો રી-શેર કર્યો છે. અહીં નોંધનીય છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાને ૨ વર્ષથી ડેટ કરી રહ્યા છે. બંને એકસાથે આઉટિંગ પર અને પાર્ટીઓમાં પણ જાેવા મળ્યા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે ક્યારેય પણ સંબંધ છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. પરંતુ, તેઓ બંનેએ ક્યારેય પણ આ વિશે ખુલીને વાત કરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.