Western Times News

Gujarati News

કેરળમાં કોરોનાનો કહેર યથાવત, હવે વેક્સિન લેવી ફરજિયાત

Files Photo

તિરૂવનંતપુરમ: ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસ મહામારી આજે બે વર્ષે પણ દુનિયાને પડકાર આપી રહ્યુ છે. વળી ભારતમાં કોરોનાનાં દૈનિક કેસમાં થોડો વધારો જાેવા મળી રહ્યો છે. જાે કે આ પાછળનું કારણ કેરળ રાજ્ય કહી શકાય. કેરળમાં દેશનાં ૫૦ ટકા કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે.

કેરળમાં કોરોના વાયરસનાં સંક્રમણનાં વધતા જતા કેસો વચ્ચે, તમિલનાડુ સરકારે રવિવારે કહ્યું કે, ૫ ઓગસ્ટથી પડોશી રાજ્યમાંથી આવતા લોકો માટે આરટી પીસીઆર ટેસ્ટ રિપોર્ટ અથવા વેક્સિનનાં બંને ડોઝનું પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે. વળી, કર્ણાટક સરકાર દ્વારા માત્ર તે જ લોકોને રસી આપવામાં આવી છે જેમને કેરળમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, કર્ણાટક વહીવટીતંત્રએ કેરળથી આવતા જાહેર વાહનો પર પણ પ્રતિબંધ મુક્યો છે. જણાવી દઈએ કે, કેરળમાં કોરોનાનાં વધતા જતા કેસો વચ્ચે, પડોશી રાજ્યોએ અહીંથી અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે. જણાવી દઈએ કે છેલ્લા ૬ દિવસમાં કેરળમાં ૧ લાખથી વધુ કોરોના સંક્રમણનાં કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં, પડોશી રાજ્યો કેરળ, તામિલનાડુ અને કર્ણાટકમાં નિયમો કડક કરવામાં આવ્યા છે.

કેરળથી આવતા લોકો માટે તમિલનાડુ સરકાર દ્વારા આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે, કર્ણાટક સરકારે કેરળથી આવતા લોકો માટે વેક્સિન લેવાનું ફરજિયાત બનાવ્યું છે. વળી, કર્ણાટક સરકારે જાહેર પરિવહન પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા ૬ દિવસથી કેરળમાં કોરોનાનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણનાં ૨૦ હજારથી વધુ કેસ દરરોજ જાેવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, કેરળ સરકાર કોરોના સંક્રમણનાં કેસોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આપને જણાવી દઈએ કે, નવું ડેલ્ટા વેરિએન્ટ રાજ્યનાં ઘણા ભાગોમાં પણ ફેલાયેલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.