Western Times News

Gujarati News

મંગળ ગ્રહ પર એન્ટાર્ટિકા જેવા બરફના સ્તર મળ્યા

જરા ગરમી થાય છે તો બરફ ઓગળીને પાણી થઈ જાય છે, પરંતુ આ સ્થિતિ વધારે સમય રહેતી નથીઃ નાસા

વૉશિંગ્ટન, મંગળ ગ્રહ પર બરફના સ્તરો જાેવા મળ્યા છે. જેની તસવીર અમેરિકી એજન્સી નાસાના સ્પેસક્રાફ્ટ માર્સ રિકૉનસેન્સ ઑર્બિટરે લીધી છે. આ નવી તસવીર નાસાએ પોતાની વેબસાઈટ અને સોશ્યલ મીડિયા હેન્ડલ પર જારી કરી છે. આ તસવીરને જાેઈને ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાં જામેલી બરફની યાદ અપાવે છે. મંગળ ગ્રહ પર મોટા-મોટા તળાવો બન્યા છે. જાેકે, નાસાના વૈજ્ઞાનિકોએ એક નવો ખુલાસો કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધા છે.

નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે અમે માર્સ રિકૉનસેન્સ ઑર્બિટરની તસવીરો જાેઈને તો હેરાન રહી ગયા. મંગળ ગ્રહના દક્ષિણી ધ્રુવ પર મોટા-મોટા બરફના સ્તરો જાેવા મળ્યા. આ તસવીર મંગળ ગ્રહના ચારે તરફ ચક્કર લગાવી રહેલા માર્સ રિકૉનસેન્સ ઑર્બિટરે લીધી છે. પરંતુ તપાસ કર્યા બાદ જે વાત સામે આવી તેનાથી નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીના વૈજ્ઞાનિક પણ અંચબિત રહી ગયા.

નાસાએ પોતાની સાઈટ પર લખ્યુ છે જ્યાં પાણી હોય છે, ત્યાં જીવન હોય છે પરંતુ આ સિદ્ધાંત માત્ર ધરતી પર જ લાગુ થઈ રહ્યો છે. તેથી અમારા વૈજ્ઞાનિક મંગળ ગ્રહની સૂકી જમીન પર તરલ પાણીની શોધ કરી રહ્યા છે. જાેકે લાલ ગ્રહ પર પાણીની શોધ કરવી એટલી સરળ નથી. દૂરથી જાેવાથી અને તસવીરોની તપાસ કરવા પર જાણ થઈ છે કે મંગળ ગ્રહના દક્ષિણી ધ્રુવ પર મોટા ભાગમાં બરફ છે.

નાસાએ લખ્યુ છે કે જાે જરા ગરમી થાય છે તો બરફ ઓગળીને પાણી થઈ જાય છે. પરંતુ આ સ્થિતિ વધારે સમય રહેતી નથી. તરલ પાણી કેટલીક સેકન્ડમાં જ વરાળ બની જાય છે. મંગળ ગ્રહના વાયુમંડળમાં લાપતા થઈ જાય છે. વર્ષ ૨૦૧૮માં ઈટલીના નેશનલ ઈન્સિટટ્યુટ ઑફ એસ્ટ્રોફિઝિક્સના સાઈન્ટિસ્ટ રૉબર્ટો ઓરોસેઈએ મંગળ ગ્રહના દક્ષિણી ધ્રુવ પર સપાટીની નીચે બર્ફિલા તળાવ શોધ્યા હતા. તેમણે આના પુરાવા યુરોપિયન સ્પેસ એજન્સીના માર્સ એક્સપ્રેસ ઑર્બિટર સાથે જાેડાયેલા હતા.

જ્યારે ઝીણવટપૂર્વક આ તસવીરો અને રડાર સિગ્નલોની તપાસ કરવામાં આવી તો જાણ થઈ કે મંગળ ગ્રહ પર બનેલા તળાવનો સ્ત્રોત પાણી અથવા બરફ નથી પરંતુ ચિકણી માટી છે. આ કારણથી ગયા મહિને પ્રાપ્ત આંકડા, સિગ્નલની સ્ટડી બાદ ત્રણ નવા રિસર્ચ પેપર્સ પ્રકાશિત કરવામાં આવ્યા. જેમા એ વાત સામાન્ય હતી કે આ તળાવને સુકવવામાં ચિકણી માટીનુ મોટુ યોગદાન હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.