Western Times News

Gujarati News

અમદાવાદમાં એવરેજ ૧૦ થી ર૦ જગ્યાઓ પર ‘સાપ’ નીકળે છે

સરખેજ, અસલાલી, વટવા જીઆઈડીસી, સાબરમતી, બોપલ, શીલજમાં બનતી ઘટનાઓ-ચોમાસામાં અમદાવાદમાં ‘સાપ’ નીકળવાની બનતી ઘટનાઓ

વાઈલ્ડ લાઈફ હેલ્પલાઈનના અમિતભાઈ રામી છેલ્લા ૧૮ વર્ષમાં ૭૦૦૦ જેટલા સાપનું રેસ્ક્યુ કરી ચુક્યા છે

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ચોમાસાની ઋતુનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં સાપ નીકળવાની ઘટનાઓ બની રહી છે. અને એમાંય ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોની સાથે સાથે નવા પશ્ચિમ અમદાવાદમાં કન્સ્ટ્રકશન સાઈટ પર સાંપ નીકળવાના કોલ અવારનવાર આવતા રહે છે. અમદાવાદમાં પાલડી વિસ્તારમાં વાઈલ્ડ લાઈફ હેલ્પ લાઈન નામની સંસ્થા પ્રજાકીય અભિગમ સાથે સાંપને પકડવાનું કામ કરે છે.

શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દિવસ-રાત ગમે ત્યારે ‘કંટ્રોલ રૂમ’માં ફોન આવે કે તુરત જ સાંપ પકડવા માટે ટીમ રવાના થઈ જાય છે. આ અંગે વિશેષ વિગતો અર્થે સંપર્ક કરતા વાઈલ્ડલાઈફ હેલ્પ લાઈનના અમિતભાઈ રામીએ જણાવ્યુ હતુ કે ચોમાસાની સિઝનમાં સાંપ નીકળવાની એવરેજ ૧૦થી ર૦ જેટલા કોલ આવતા હોય છે.

જેમાં મોટાભાગના સાંપને લગતા આવતા હોય છે. ખાસ કરીને અમદાવાદના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારો સરખેજ, અસલાલી, વટવા જીઆઈડીસી, સહિતના વિસ્તારોમાંથી ફરીયાદો આવે છે. તો સાબરમતી, બોપલ, શીલજમાં નવી કન્સ્ટ્રકશન સાઈટ પર ‘સાંપ’ ને લગતા કોલ આવે છે. આસપાસના વિસ્તારો ખુલ્લા હોવાથી ઘણી વખત તો સોસાયટીઓમાં સાંપ ઘુસી જતા હોય છે.

છેલ્લા ૧૮ વર્ષથી સાંપ પકડવાનું કામ કરતા અમિતભાઈ રામી બહોળો અનુભવ ધરાવે છે. પહેલાં જૂનાગઢ સક્કરબાગમાં કામ કર્યા પછી તેમનો આ અનુભવ તેમને કામમાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ ૭૦૦૦ જેટલા નાના-મોટા, ઝેરી-બિનઝેરી સાંપ નાગનું તેઓ રેસ્કયુ કરી ચુક્યા છે.

અમદાવાદ શહેરમાં ‘સાંપ’નુૃં રેસ્ક્યુ કરનારા અંદાજે ૬૦ થી ૭૦ વ્યક્તિઓ છે.એક વખત સાંપ પકડાયા પછી તેને માનવ વસ્તીથી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવે છે. સ્નેક રેસક્યુ ખુબ જ ખતરનાક કામ છે. અમુક ઝેરી પ્રકારના સાંપ જેવા કે રસેલ, કોબ્રા કરડે તો તેની અસર વ્યાપક થતી જાેવા મળે છે. સમયસર સારવાર ન મળે તો રેસ્ક્યુ કરનારની જીંદગી જાેખમમાં આવી જાય છે.

સાંપ નામ સાંભળતા ભલભલા નો પરસેવો છૂટી જાય છે. એમાંય જ્યારે ઝેરી પ્રકારના સાંપ સામે આવે છ ત્યારે તો બોલતી બંધ થઈ જતી હોય છે. આવી સ્થિતિમાં સાંપ કરડે તો એવી વ્યક્તિને તાત્કાલિક હોસ્પીટલમાં લઈ જવી જાેઈએ. સામાન્ય રીતે સાંપ કરડે ત્યારે ગભરાઈ જવાની જગ્યાએ મનસ્વસ્થ રાખી ત્વરીતાથી સારવારાર્થેેે ડોક્ટર પાસે પહોંચી જવુ જાેઈએ.

મોટેભાગે સાંપ ઝેરી છે કે બિનઝેરી તેનો ખ્યાલ આવતો નથી. એટલે ત્વરીત સારવાર શ્રેષ્ઠ રસ્તો છે. તો સાંપ અજગર સહિતના સરિસૃપ માટે ‘રેસક્યુ’ નું કામ કરતા અમિતભાઈનું કહેવુ હતુ કે સામાન્ય રીતે સાંપનું રેસ્ક્યુ કરવું અઘરૂ-ખતરનાક હય છે. ઘણી વખત તો રેસ્ક્યુ કરનારા ઝપેટમાં આવી જતાં હોય છે.

તેમને સાંપ કરડ્યાના કિસ્સા પણ જાેવા મળ્યા છે. ખાસ કરીને જ્યારે સાંપ નીકળે અને અમારો સંપર્ક કરાય તો ટીમ રાત-દિવસ જાેયા વિના જ નીકળી પડે છે. ગરીબોના ઘરમાં સાંપ નીકળ્યો હોય તો અમે કોઈપણ જાતનો ચાર્જ લેતા નથી. પરંતુ સોસાયટી- ફલેટ વિસ્તારોમાં કે જેઓ ચાર્જ આપી શકતા હોય છે ત્યાં અમે સાંપ રેસક્યુના રપ૦ થી ૩૦૦ રૂપિયા લેતા હોઈએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.