Western Times News

Gujarati News

શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા રેઇનકોટ , તાડપત્રી જેવા સાધનોનું વિતરણ કરવામા આવ્યુ

ચોમાસુ એટલે એ ઋતુ જ્યારે સૌ વરસાદને માણે , પરંતુ આ દરમિયાન હજારો જરૂરિયાતમંદ પરિવારો એક ભયાનક મૂંઝવણનો સામનો કરે છે – ” શું આપણે ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ કે આપણાં ઘરોને ધોવાઈ જતાં અટકાવવા જોઈએ ? ” અતિ વરસાદ તેઓના સ્વાથ્ય તથા સુરક્ષા માટે તો જોખમરૂપ બને જ છે પણ સાથે જ અન્ય રીતે પણ નુકસાનકર્તા બને છે .

દર વર્ષે અહીં , નડિયાદમાં ધોધમાર વરસાદ પડે છે જેનાથી હજારો લોકોને તેમનાં ઘર અને જીવન ટકાવવામાં મુશ્કેલી થાય છે . શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર , નડિયાદ સેન્ટર તેમના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશભાઈની પ્રેરણાથી નડિયાદમાં રહેતા આવા પરિવારોને તાડપત્રી અને રેઇનકોટ જેવી ચોમાસાની આવશ્યક સામગ્રી આપી સુરક્ષિત રાખવા પ્રયત્ન કરે છે .

આ વર્ષે , શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર , નડિયાદ સેન્ટરે નડિયાદમાં સેંકડો તાડપત્રી અને રેઇનકોટનું ખાસ ધેર ઘેર જઈ વિતરણ કરી સેંકડો પરિવારોને સહાય કરી હતી . છેલ્લા ૧૦ વર્ષોથી ૯૫,૦૦૦ થી વધુ તાડપત્રી , રેઇનકોટ જેવા આવશ્યક સાધનોનું શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા ગુજરાતભરમાં વિતરણ કરવામાં આવ્યું છે જેનાથી લાખો લોકો લાભાન્વિત થયા છે .

આમ , આ ચોમાસાના રાહતકાર્યો દ્વારા ઘણી જરૂરિયાતમંદ પરિવારોને શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા સહાય મળી છે . જ્યાં સુધી પરિસ્થિતિની માંગ છે ત્યાં સુધી શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર લોકોને સુરક્ષાની દરેક સહાય કરવા કટિબદ્ધ છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.