Western Times News

Gujarati News

નેત્રંગ કોંગ્રેસ સમિતિ દ્વારા  અન્ન અધિકાર અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન કરાયું

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભારતીય જનતા પાર્ટીની સરકાર પાંચ વર્ષના સમયગાળને સંવેદનશીલ સરકાર તરીકે ઉજવી રહી છે.આજે ગુજરાતના તમામ ગરીબ નાગરિકો જેને ખાવાનો એક ટંકનો રોટલો મળતો નથી.જ્યારે રાજ્ય સરકાર અન્ન અધિકારની ભ્રામક વાતો ફેલાવીને લોકોને ગુમરાહ કરે છે. ખરા અર્થમાં કોંગ્રેસની ડો.મનમોહન સિંઘ સરકારે ફૂડ બીલની ભેટ આપી હતી.ભાજપ રાજમા  મગફળીના કરોડો-અબજોના કૌભાંડ થઈ રહ્યા છે.ત્યારે નેત્રંગ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નેત્રંગ ચાર રસ્તા થી મામલતદાર કચેરી સુધીની રેલી યોજીને જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો તેમજ રાજ્ય સરકારને ઉઘાડી પાડવામાં આવી હતી.

ભાજપાના પાંચ વર્ષના સમય ગાળામાં કરેલા દરેક કામોને સતત આઠ દિવસ દરમ્યાન અલગઅલગ સ્થળોએ સંવેદના કાર્યક્રમ યોજી રહી છે.તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ૦૩-૦૮-૨૦૨૧ ને મંગળવાર ના રોજ સમય સવારે ૧૧:૦૦ કલાકે નેત્રંગ ચાર રસ્તા ખાતે બેનરો અને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાજપા અને મોદી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરતા નેત્રંગ પોલીસે રાજ્ય,જિલ્લા અને તાલુકાના મુખ્ય કાર્યકર્તાઓને ડિટેઈન કરી નેત્રંગ પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.

બાકી રહી ગયેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ નેત્રંગ ચાર રસ્તાથી મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર કરતા પહોંચી હલ્લો મચાવ્યો હતો.જ્યા ફરી નેત્રંગ પોલીસે ડિટેઈન કરી અટક કરી હતી.નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો, હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા/તાલુકા પંચાયતના ઉમેદવારો,વિવિધ સેલના પ્રમુખો,સંયોજકો, મહિલા હોદ્દેદારો તેમજ કાર્યકરોને ભાજપ સરકારની નિષ્ફળતા સામે અન્ન અધિકાર અભિયાન હેઠળ વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવેલ હતો.

જેમાં એ.આઈ.સી.સીના સેક્રેટરી ડો.બિશ્વરંજન મોહંતી , જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,શેરખાન પઠાણ,માનસિંગ ડોડીયા,સમશાદઅલી સૈયદ,વિક્કી સોખી,તાલુકા કોંગ્રેસ પ્રમુખ નેત્રંગ વિપુલ વસાવા વગેરે ખૂબ મોટી સંખ્યામાં ભાજપાના વિરોધ્ધ પ્રદર્શન કાર્યક્રમમાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.