Western Times News

Gujarati News

મહિલા હોકી ટીમ ગોલ્ડ જીતી તો તેમને કાર કે ઘર મળશે

સુરત: ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજી ધોળકિયાએ મંગળવારે રાતે જાહેરાત કરી હતી કે, જાે ભારતીય મહિલા હોકી ટીમ ફાઈનલ જીતશે તો તેઓ દરેક ખેલાડીને ૧૧ લાખ રૂપિયાની કિંમતનું ઘર અથવા કાર આપશે. મહિલા હોકી ટીમે ઓલિમ્પિક સેમીફાઈનલમાં પહેલીવાર પ્રવેશ કર્યો હોવાથી ધોળકિયા ખુશ છે અને ટિ્‌વટર હેન્ડલ પર તેમણે ઘણી ટ્‌વીટ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, પુરસ્કારની જાહેરાત એ ટીમનું મનોબળ વધારવાનો નમ્ર પ્રયાસ છે, કે જેથી તેઓ દેશને વધારે ગૌરવ અપાવી શકે. સવજી ધોળકિયાએ પોતાની ટ્‌વીટમાં લખ્યું છે કે, ‘મને તે જાહેરાત કરતાં અત્યંત ખુશી થઈ રહી છે

જાે તેઓ ફાઈનલ જીતે છે તો હરિ કૃષ્ણા ગ્રુપ તે તમામ મહિલા હોકી ખેલાડીઓને ૧૧ લાખ રૂપિયાનું ઘર અથવા નવી કાર આપશે, જેમને નાણાકીય સહાયની સખત જરૂર છે. આપણી છોકરીઓમાં દરેક પગલાની સાથે ઈતિહાસ રચી રહી છે.

અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની તેવા સવજી ધોળકિયા હરી કૃષ્ણ એક્સપોર્ટ્‌સ ચલાવે છે અને તેમનું વાર્ષિક ટર્નઓવર આશરે ૭ હજાર કરોડ રૂપિયા છે. આપણે ઓસ્ટ્રેલિયાને હરાવીને પહેલી વખત ઓલિમ્પિકના સેમીફાઈનલમાં છીએ. આ આપણા ખેલાડીઓનું મનોબળ વધારવાનો અમારો નાનો પ્રયાસ છે, કે જેથી તેઓ દેશને વધારે ગૌરવ અપાવે’, તેમ તેમણે બીજા ટ્‌વીટમાં લખ્યું છે. વાતચીત કરતાં સવજી ધોળકિયાએ જણાવ્યું હતું કે, ‘મને મીરબાઈ ચાનુને જાેઈને પ્રેરણા મળી હતી

જાેયું હતું કે કેવી રીતે આપણા દેશની મહિલાઓ વિશાળ છલાંગ લગાવી રહી છે. મીરાબાઈ ચાનુ એક નાના ઘરમાં અને સાદું જીવન જીવે છે તેમ છતાં મેડલ જીતીને લાવી. હું જાહેરાત કરવા માગુ છું કે, હોકી ટીમની મહિલા ખેલાડીઓ કે જેમની પાસે ઘર નથી તેમને ૧૧ લાખ રૂપિયા અને જેમની પાસે કાર નથી તેમને ૫ લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. હું આજની મેચ માટે આપણી મહિલા હોકી ટીમના સભ્યોનું મનોબળ વધારવા માટે આ જાહેરાત કરી રહ્યો છું’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.