Western Times News

Gujarati News

અમદાવાદમાં ફ્લાયઓવરોની નીચે વધી રહેલા ગેરકાયદેસર દબાણો

અમદાવાદ, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માટે ઓવરબ્રીજો ધડાધડ બનવા માંડ્યા છેલ્લા કેટલાંક વર્ષોમાં તો 15 જેટલા ફ્લાય ઓવરો અમદાવાદમાં થઈ ગયા. આ ઉપરાંત રેલવે લાઈનો પર પણ 21થી વધુ ઓવરબ્રીજો બન્યા છે.

ચાર રસ્તા પર આવતાં ઓવરબ્રીજો આસપાસના કોમ્પલેક્ષો માટે વાહન પાર્કિગની સુવિધા લઈને આવ્યા. જે કોમ્પલેક્ષો પાસે પાર્કિગની વ્યવસ્થા ન હતી, તે કોમ્પલેક્ષના દુકાનદારો, રહીશો ઓવરબ્રીજની નીચે વાહનો પાર્ક કરે છે.

અમદાવાદમાં લગભગ  થોડાક સમય પહેલા બોપલ વિસ્તારમાં વકીલબ્રીજ નીચે મોટી બસો, ગાડીઓ અને ટુ વ્હીલરો એટલા સરસ પાર્ક થઈને રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો રહેતો હતો કમનસીબે ઔડાની બેદરકારીના પરિણામે આ બ્રીજ માટે પાર્કીંગ માટે જગ્યા શોધવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

શરૂઆતમાં જાહેર થયુ હતુ કે બ્રીજ નીચે વાહનો પાર્ક કરાશે અને તેના કોન્ટ્રાકટ અપાશે. પરંતુ તે બધી યોજના કોરોનાગ્રસ્ત થઈ ગઈ અને કમનસીબે આ બ્રીજ નીચે હવે ખાણીપીણીની લારીઓ, રેનબસેરામાં વસવાટ લાયક પ્રજા પોતાના સરસામાન સાથે બિંદાસ્ત રહેણાંક તરીકે ઉપયોગ કરી રહયા છે.

કમનસીબે આવી હાલતને લીધે આ રોડ પર ટ્રાફિકની અવ્યવસ્થા ઉભી થઈ છે અને વાહનોના પાર્કિંગ રોડ પર થવા માંડ્યા છે. આ ગેરકાયદેસર ખાણીપીણી અને રહેણાંકના દબાણો પાનના ગલ્લાઓ, ચા ની કીટલીઓ અને કેટલાક અસામાજીક તત્વોની બેઠકોને પરિણામે આ વિસ્તારની પણ રોનક ખોવાઈ ગઈ છે,

ખરેખર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તો દબાણ પ્રશ્ને સુપ્રિમકોર્ટ કે હાઈકોર્ટે ગંભીર પગલા લેવાની સૂચના આપવા જેવી છે જેથી તેમની કામગીરી સંતોષજનક પરિણામ આપે. અમદાવાદની ટ્રાફિક સમસ્યા માટે ખરેખર આવા દબાણોના પરિણામે મુશ્કેલીઓ વધે છે પણ તેમ છતાં રાજકીય પક્ષોની આંખો ખુલતી નથી. ક્યારે ખુલશે તે આવનારો સમય બતાવશે તો ?? (તસ્વીરઃ- જયેશ મોદી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.