Western Times News

Gujarati News

કારખાનાના ગેટ બહારથી ૫ સેકન્ડમાં ૧૨.૯૨ લાખ રોકડ ભરેલી બેગની લૂંટ

Crime branch solves Rs 2 lakh robbery in Ahmedabad

બાપુનગરમાં આવેલી ગુજરાત બોટલિંગ પાસેની ઘટના-ભંગારના કારખાનાનો કર્મચારી બેગ એક્ટિવાની સીટ પર રાખી હુકમાંથી લેવા જતાં હાથ પરથી બેગ ખેંચી ફરાર

અમદાવાદ,  શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી ગુજરાત બોટલિંગ પાસેથી બાઇક પર આવેલા બે લોકોએ ૧૨.૯૨ લાખ ભરેલી બેગની લૂંટ કરીને ફરાર થઇ ગયા છે. ભંગારના કારખાનાનો કર્મચારી રૂપિયા ભરેલી બેગ એક્ટિવાની સીટ પર રાખી હુકમાંથી લેવા જતાં હાથ પરથી બેગ ખેંચી લૂંટીને ફરાર થઇ ગયા હતા.

કર્મચારીએ બુમાબુમ કરી પીછો કર્યો પણ લૂંટારૂઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. બાપુનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓની શોધખોળ આદરવામાં આવી છે. શાહીબાગ કિરણ એપાર્ટમેન્ટમાં રહેતા અને બાપુનગર ગુજરાત બોટલિંગ પાસે મણિયાર ગલીમાં ઇરાકી એન્ટરપ્રાઇઝ નામના ભંગારના કારખાનામાં અવિનાશ નાઇક નોકરી કરે છે.

તેઓ પૈસાની ઉઘરાણી કરવાનું કામ કરે છે. શનિવારે સવારે તેઓ રાબેતા મુજબ બાપુનગર ખાતે નોકરીએ ગયા હતા. બપોરે ત્રણ વાગ્યે તેમના શેઠના દીકરાએ ફોન કરી અવિનાશને કહ્યું કે, નરોડા દહેગામ રોડ પર આવેલી દવાની દુકાન પર દવા લઇ આવો જેથી તેઓ એક્ટિવા લઇ દવા લેવા માટે મેડિકલ ગયા હતા.

દરમિયાન કારખાનાના મેનેજર હબીબુલા અન્સારીએ ફોન કરીને કહ્યું કે, બાપુનગર આંગડિયા બજારમાંથી બે પેઢીમાંથી પૈસા લઇ આવજાે. અવિનાશ આંગડીયા બજારમાં આવેલી બે પેઢીમાંથી કુલ ૧૨.૯૨ લાખ લઇ અને બેગમાં મુકી અને ગુજરાત બોટલિંગ રોડ પર કારખાનાના ગેટ પાસે પહોંચ્યા હતા. જાે કે બેગ સીટ પર મુકી હાથ રાખી તેઓ એક્ટિવાના હુકમાં ભરાવેલો થેલો લેવા માટે ગયા હતા.

એટલામાં જ રૂપિયા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયા હતા. જેથી અવિનાશ તેમની પાછળ દોડ્યા હતા. બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થયા હતા. પોલીસને જાણ કરતા બાપુનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.