Western Times News

Gujarati News

મોદી સરકાર ખેલાડીઓને ઇનામી રકમ આપવાનું વચન પુરૂ કરે : રાહુલ

નવીદિલ્હી: રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે ફોન કોલ અને તેના વિડિયોઝ બહુ થયા હવે ઇનામની રકમ પણ આપી દો. રાહુલ ગાંધી નિરજની જૂની ટિ્‌વટનો ફોટો શેર કરીને કહ્યું હતું કે તમે ખેલાડીઓને ઇનામી રકમ આપવાના વાયદાઓ કર્યા હતા તો કૃપા કરીને એ પૂરા પણ કરવાનું રાખો.આ ટિ્‌વટમાં નીરજ ચોપરા લખે છે કે ખેલાડીઓ તેમનું ધ્યાન બીજી ચીજાેમાંથી હટાવીને ઑલિમ્પિક પર લગાવી શકે અને દેશ તથા રાજ્યના નામ રોશન કરી શકે તે માટે તેમણે ઇનામી રકમ પણ ચૂકવી આપો.

નીરજ ચોપરાનું એક જૂનું ટિ્‌વટ રાહુલ ગાંધીએ શેર કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે સર અમે જ્યારે મેડલ જીતીને લાવીએ છીએ ત્યારે આખો દેશ ખુશ હોય છે અને તમને પણ ગર્વ થાય છે કે અમારા હરિયાણાનો ખેલાડી છે. હરિયાણાના અનેક ખેલાડીઓએ ખેલ જગતમાં પોતાની અલગ જ છાપ છોડી છે. જ્યારે બીજા રાજ્યો પણ હરિયાણાનું ઉદાહરણ આપે છે. કૃપા કરીને આ ઉદાહરણ બનાવી રાખવા દો. આ ટ્‌વીટ્‌સ વાંચીને અંદાજ લગાવી શકાય છે કે નીરજ ચોપરા ખુદ કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હશે. રાહુલ ગાંધીએ આ બાબતે કહ્યું હતું કે વિડીયો બનાવવાનું હવે બહુ થયું હવે ઇનામની રકમ પણ આપી દો.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ ઑલિમ્પિકમાં ખેલાડીઓ સાથે ફોન પર વાત કરીને તેમને અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદી નીરજને પણ અભિનંદન પાઠવીને કહ્યું હતું કે પાનીપતનું પાણી બતાવી દીધું! નીરજની યાત્રાએ એટલું જ મોટું અંતર કાપ્યું છે. એક યુવાન છોકરા તરીકે, પાણીપતના એક ગામના આ ખેડૂત પુત્રે ક્યારેય ટોક્યોના રમત -ગમતના ક્ષેત્રોમાં ઇતિહાસ બનાવવાની કલ્પના કરી નહીં હોય. નીરજ એવા પરિવારમાંથી આવે છે

જે સામાન્ય નોકરીઓ અને ખેતી પર ટકી રહ્યો છે. સતત તાલીમ અને પ્રેક્ટિસ સાધનોની માલિકીનો અર્થ કુટુંબના માથે પડવા જેવુ જ હતું. પરંતુ પૈસાનું કારણ ક્યારેય ચોપરાને રોકી શક્યું નહીં, કારણ કે તેમનો પરિવાર સતત તેની પડખે ઊભો રહ્યો હતો.

આખરે ભારતનું સપનું સાકાર થયું, ભાલા ફેંકમાં ભારતનાં સ્ટાર નિરજ ચોપડાએ ઈતિહાસ રચી દીધો છે. ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડની આશા માત્ર નિરજ પાસેથી જ બચી હતી જે નિરજે સાકાર કરી. નિરજે ઑલિમ્પિક્સમાં જે રીતે ભાલો ફેંક્યો તે જાેઈને વિશ્વનાં ધુરંધરો પણ હેરાન થઈ ગયા હતા, પહેલા જ રાઉન્ડથી નિરજ ટોપ પર રહ્યા અને ૬ રાઉન્ડ સુધી તેમના સ્કોરને કોઈ અડી પણ ન શક્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.