Western Times News

Gujarati News

ડબલ મર્ડરમાં બીજેપી નેતાનો ખાસ મિત્ર જ હત્યારો નીકળ્યો

મહીસાગર: પાંચમી ઓગસ્ટના રોજ લુણાવાડાના પાલ્લા ગામ ખાતે બીજેપીના નેતા અમે તેમના પત્નીની થયેલી હત્યાનો કેસ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ મૃતકના મિત્રએ જ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પૈસાની લેતીદેતીમાં આ હત્યા નિપજાવવામાં આવી હોવાની આશંકા છે. હત્યારો મૃતકની સામે જ રહેતો હતો. બીજેપી નેતા અને તેમના પત્નીની હત્યાના જિલ્લા અને રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.

લુણાવાડા ડબલ મર્ડર મામલે પોલીસે સોમવારે મૃતક ત્રિભોવનભાઈ પંચાલના મિત્ર ભીખા પટેલની ધરપકડ કરી છે. ભીખા પટેલ મૃતક ત્રિભોવન પંચાલની સામે જ રહે છે. આ બનાવ લુણાવડાના ગોલાના પાલ્લા ગામ ખાતે બન્યો હતો. ત્રિભોવન પંચાલ અને તેમના પત્નીની માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ખુલાસો કર્યો છે કે પૈસાની લેતીદેતીમાં ત્રિભોવન પંચાલના ખાસ મિત્ર ભીખા પટેલે બેવડી હત્યા કરી હતી. મહીસાગર પોલીસ આ મામલે ભીખા પટેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પાંચમી ઓગસ્ટના રોજ સમાચાર આવ્યા હતા કે મહીસાગર જિલ્લાના લુણાવડાના પાલ્લા ગામ ખાતે બીજેપી નેતા ત્રિભોવનભાઈ પંચાલ અને તેમના પત્ની જશોદાબેન પંચાલની હત્યા કરવામાં આવી હતી. હત્યાનો ગુનો ઉકેલવા તેમજ વિવિધ કડીઓ જાેડવા માટે પોલીસે ડૉગ સ્ક્વૉડ અને એફએસએલની પણ મદદ લીધી હતી. નેતાના ઘરની આસપાસ રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું

મૃતકનો મોબાઇલ ફોન પોલીસના હાથમાં આવ્યો નથી. આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, મહીસાગરમાં અજાણ્યા શખ્સોએ પંચાલ પરિવારના બે લોકોની હત્યા કરી નાખી છે. આ મામલે જિલ્લા પોલીસના અધિકારીઓ સાથે વાતચીત કરીને અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. બનાવને પગલે જિલ્લાભરના ભાજપના સભ્યો અને આગેવાનો બનાવ સ્થળે દોડી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.