Western Times News

Gujarati News

ઓનલાઇન શિક્ષણ ન કરતા માતાએ પુત્રની હત્યા કરી આપધાત કર્યો

નાસિક: આજકાલ ઓનલાઇન શિક્ષણના વધતા જતા વ્યાપને કારણે બાળકો પર ભણતરનો ભાર વધુ પડી રહ્યો છે. બાળકો ઓનલાઈન શિક્ષણમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, એને કારણે મહારાષ્ટ્રમાં એક સાડાત્રણ વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવો પડ્યો છે. પોતાની મા દ્વારા તેની તકિયાથી મોઢું દબાવીને હત્યા કરવામાં આવી છે. ત્યાર પછી માને પસ્તાવો થતાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી.

નાસિક પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના પાથરડી ફાટા વિસ્તારના સાંઈ સિદ્ધિ એપાર્ટમેન્ટની છે. સોમવારે રાત્રે ૯ઃ૩૦ વાગ્યે ૩૦ વર્ષીય શિખા સાગર પાઠકનો મૃતદેહ ફાંસી પર લટકતો જાેવા મળ્યો. તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતુ કે આ બંને મોત માટે કોઇને પણ જવાબદાર
ના ગણવા જાેઈએ.

મહિલાએ સુસાઇડ નોટમાં સ્પષ્ટપણે લખ્યું છે કે દીકરાની હત્યા તેણે જ કરી છે. જાેકે બંનેના મૃતદેહ રૂમની અંદર હતા. રૂમ અંદરથી બંધ હતો અને બાળકના નાકમાંથી લોહી નીકળતું હતું. મહિલાનાં માતા-પિતાએ પણ પોતાના ભાણિયાની હત્યા કરવામાં આવી છે, એની પુષ્ટિ કરી છે.

ઘટનાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી સોહેલ શેખે જણાવ્યું હતું કે સોમવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ તકિયાથી મોઢું દબાવી પોતાના પુત્રની હત્યા કરી હતી. આ ઘટના મુદ્દે હત્યા અને આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.૩૦ જુલાઈએ નવી મુંબઈમાં ૧૫ વર્ષની કિશોરીએ કરાટે બેલ્ટથી માનું ગળું દબાવીને હત્યા કરી હતી. રબાલે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે છોકરી અને તેની મા(૪૦) વચ્ચે સતત ઝઘડા થઈ રહ્યા હતા, કારણ કે મહિલા ઈચ્છતી હતી કે તેની દીકરી મેડિકલનો અભ્યાસ કરે, પરંતુ તે ભણવા તૈયાર નહોતી. વારંવાર દબાણ કરવા પર દીકરીએ માતાની હત્યા કરી હતી. છોકરીની હાલ ધરપકડ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.