Western Times News

Gujarati News

સોલામાં મંદિરની જગ્યા પચાવી પાડવા પુજારીને બળાત્કાર-મર્ડરનાં કેસમાં ભરાવી દેવા ધમકી

અમદાવાદ : શહેરનાં સોલા વિસ્તારમાં મંદિર તથા આસપાસની જગ્યા પચાવી પાડવા માટે પુજારીને ઢોર માર મારી તેને બળાત્કારનાં તથા મર્ડરનાં ખોટા કેસમાં ભરાવી દેવાની ધમકી આપતાં સનસનાટી મચી ગઈ છે. થલતેજ હેબતપુર રોડ પર ઝાયડસ હોસ્પિટલની સામે આવેલાં મહાકાળી મંદિર તથા જગ્યા અંગે છેલ્લા કેટલાંક સમયથી વાદ-વિવાદ ચાલે છે. આ દરમિયાન ગુરૂવારે મધરાતે મંદિરના પૂજારી રાજેન્દ્રગીરી તથા ગૌશાળામાં કામ કરતાં વ્યક્તિઅો  સુતા હતા. ત્યારે મધરાતે અઢી વાગ્યે મંદિરમાં પાળેલો કૂતરો ભસતાં પૂજારી રાજેન્દ્રગીરી પ્રાંગણમાં તપાસ કરવા ગયા હતા. જ્યાં

ગૌશાળા નજીક મહેશભાઈ રઘુભાઈ ભરવાડ (ઘાટલોડીયા) તથા સામંતભાઈ ઓડેદરા (થલતેજ) અને તેમની સાથે અન્ય એક સ્ત્રી  હાજર હતા. પુજારીને જાઈને તેમણે ત્રીસ લાખ રૂપિયા લઈ મંદિરની જગ્યા છોડી દો નહીંતર  તમારા ઊપર બળાત્કારનો ખોટો કેસ કરશે. ઊપરાંત બાબુભાઈ પટેલ ઉર્ફે બલરામ મહારાજનાં મોટા મર્ડર કેસમાં પણ તમને ભરાઈ દઈશું તેમ ધમકીઓ આપી હતી. જાકે પુજારી તાબે ન થતાં ત્રણેયે તેમને ઢોર માર મારતાં પુજારીએ બુમાબુમ કરી મુકી હતી. આ દરમિયાન તેમનો કુતરાએ બંને ઈસમો પર હુમલો કરતાં બંને ઈસમો તથા સ્ત્રી ત્યાંથી ભાગી છુટ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.