Western Times News

Gujarati News

એસ.જી.હાઈવે વાયએમસી કલબ પાસે કોર્પોરેશનના કેમેરા બંધ હાલતમાં

અમદાવાદ : અમદાવાદ શહેરમા યુવતીઓની છેડતીની ઘટના વચ્ચે એસ.જી હાઈવે ઉપર ચાર દિવસ પહેલા એક યુવતીનુ અપહરણ કરવાના પ્રયાસની ઘટનાથી સમગ્ર પોલીસતંત્ર સંતર્ક બનીયુ છે આ ઘટનામાં પોલીસે ઝીણવટ ભરી તપાસ કરી તમામ આરોપીઓને ઓળખી કાઢ્યા છે. જાકે હજી સુધી આરોપી પકડાયા નથી આ અંગેના પુરાવા અકત્ર કરવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે પરતુ ચોકાવનારી બાબત એ છે કે વાયએમસી કલબ નજીક લગાવમાં આવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમા હોવાનુ રીપોર્ટ બહાર આવતા ભારે સનસનાટી મચી ગઈ છે આ અંગે તપાસ શરૂ કરવામા આવી છે.

યુવતીના અપહરણની તપાસ કરતા પોલીસ ટીમે તેમના તપાસ અહેવાલમાં ચોકાવનારી વિગતો જણાવી

અમદાવાદ શહેરને સ્માર્ટસીટી બનાવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે અને આ માટે દબાણો દૂર કરવા ઉપરાત ટ્રાફિક નિયમનની કામગીરી શરૂ કરવામા આવી છે પરતુ એવો આક્ષેપ થઈ રહ્યો છે માત્ર મધ્યમવર્ગના નાગરિકો ઉપર જ આ કાર્યવાહી થઈ રહ્યી છે કોપોર્રેશન દ્વારા પાર્કિગની જગ્યા ખુલ્લી કરવામા આવતી નથી જેના પરિણામે લોકોને રસ્તા ઉપર વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે.

એટલુ જ નહી.પરતુ આ તમામ પક્રિયા માટે સીસીટીવી કેમેરા લગાવામા આવ્યા છે. કોર્પોરેશન તથા પોલીસતંત્ર સીસીટીવી કેમેરાનો ઉપયોગ માત્ર દંડ વસૂલ કરવા માટે કરી રહ્યા હોય તેવી છાપ ઉપસી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે ગંભીર ગુનો ઉકેલવમા પોલીસને અહજુ સુધી સફળતા મળતી નથી આ પરિસ્થિતિમાં ચાર દિવસ પહેલા વાયએમસીએમ કલબ પાસેથી યુવતિની અપહરણના પ્રયાસની ઘટના બાદ કેટલી ચોકાવનારી વિગતો બહાર આવી છે.

પોલીસ અધિકારીઓ દ્વારા ગંભીર એવી આ ઘટનામાં તાત્કાલિક આરોપીઓની ઝડપી લેવા માટે તજવીજ ધરી છે આ અંગેના પુરાવા માટે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવવામ શરૂ કરાયા હતા પરતુ ચોકાવનારી બાબત એ છે કે કોર્પોરેશન સીસીટીવી કેમેરા બંધ હાલતમા મળી આવ્યા છે બનાવના દિવસે ઈન્ટરનેટની કનેક્ટવીટી નહી હોવાનું જાણવા મળી રહ્યુ છે આ ઘટનાથી પોલીસતંત્ર પણ હવે અન્ય રીતે પુરાવા એકત્ર કરવા માટે કામગીરી કરી રહ્યુ છે.

ગંભીર એવી આ ઘટનામાં કાર પર એમ.એલ.એ. લખ્યું હોવાનો આક્ષેપ થયો હતો જેના પગલે પોલિસ વધું સતર્ક બની હતી. પરંતુ તપાસમાં આવું કશું જ નહિં હોવાનું જાણવા મળી રહ્યુ છે. આરોપીઓની ઓળખ વિધી થઈ ગઈ છે ત્યારે પોલિસ તેઓની ક્યારે ધરપકડ કરે છે. તે અંગે પણ અનેક ચર્ચાઓ તથા પોલિસ કામગીરી પર શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સીસીટીવી બંધ હાલતમાં હોવાની વિગતો બહાર આવતાં જ કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યુ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.