Western Times News

Gujarati News

ગોમતીપુરમાં પોલીસ જવાને પુત્રીના સાસરીયા ઉપર કરેલો હમલો

પુત્રી સાથે જમાઈએ ઝઘડો કરતા ઉશ્કેરાઈ પિતા પોલીસ
ડ્રેસમા પહોચી 
ગયાઃ ગોમતીપુર પોલીસ શરૂ કરેલી તપાસ

અમદાવાદ : અમદાવાદ શહેરમા છેલ્લા ઘણા સમયથી હત્યા મારા મારી અને હમલાની ઘટનાનો સીલસીલો શરૂ થયો છે પોલીસ ડર જ ન હોય તે રીતે આ અસામાજિક તત્વો આતક મચાવી રહ્યા છે કથડેલી કાયદો વ્યવસ્થા પરિÂસ્થતિમાં શહેરના ગોમતીપુર વિસ્તારમા એક ચોકાવનારી ઘટના ઘટી છે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલે તેમના જમાઈ તથા વેવાઈ ઉપર હમલો કર્યાની ફરિયાદ નોધાતા પોલીસ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમા પોલીસ તંત્રમાં ફરજ બજાવતા તુલસીભાઈ મકવાણાની પુત્રીના લગ્ન ગોમતી વિસ્તારમા રહેતા એક યુવક સાથે થયા હતા પ્રારંભમાં ગૃહ સંસાર સારી રીતે પસાર થયો હતો પરતુ પાછળથી પતિ પત્ની વચ્ચે અણબનાવ બનવા લાગ્યા હતા જેના પરિણામે અવાનવા ઝગડા થતા મામલો મારામારી સુથી પહોચ્યો હતો પતિ પત્ની વચ્ચે ગૃહ કંસાસ થતા પરિણીતાએ તેના પિતાને સમગ્ર હકીકત જણાવી હતી જેના પરિણામે પિતા તુલસીભાઈ ચિતીત બન્યા હતા આ દરમિયાનમાં ગઈકાલે પતિ પત્ની વચ્ચે ઉગ્ર ભાષામાં ઝઘડો થયો હતો મારા મારી થતા અસપાસના લોક પણ એકત્ર થઈ ગયા હતા.

પરણીતાએ તેના પિતાને આ અંગેની જાણ કરતા તુલસીભાઈ પોલીસ ડ્રેસમા પહોચી ગયા હતા અને તેમના જમાઈ તથા જમાઈના સભ્યો ઉપર હમલાનો પ્રયાસ કર્યો હતો એટલુ જ નહી પરુત ઉશ્કેરાટમાં આવેલી ધમકી આપ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો.
ગોમતીપુર વિસ્તારમા આ ચોકાવનારી ઘટના બાદ જમાઈના પરીવારના સભ્યો તાત્કાલીક ગોમતીપુર સ્ટેશમા પોહોચી ગયા હતા અને ત્યા તેમને માર મારી હત્યા કરવાની ધમકી આપવાની ફરીયાદ પોલીસ જવાન વિરુદ્ધ નોધાવતા ઉચ્ચ અધિકારીઓ સતર્ક બન્યા છે આ ઘટનાથી જ સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.