Western Times News

Gujarati News

મેડલની સાથે સ્વેતલાનાએ અચાનક રમત કેમ છોડી?

મોસ્કો: ટોક્યો ઓલિમ્પિક્સમાં રશિયન ઓલિમ્પિક કમિટીની સ્વેતલાના રોમાશિનાએ ઈતિહાસ બનાવ્યો. તેણે આર્ટિસ્ટિક સ્વિમિંગમાં સાતમી વખત ગોલ્ડ મેડલ જીત્યો. આ મેડલની સાથે સ્વેતલાનાએ પોતાની ઓલિમ્પિક કારકિર્દીની સમાપ્તિ કરી. ૩૧ વર્ષની આ એથ્લેટે સાતમો ગોલ્ડ મેડલ ટીમ ઈવેન્ટમાં જીત્યો. તે ત્રીજી ખેલાડી છે, જેણે ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર અને બ્રોન્ઝ નહીં પરંતુ ગોલ્ડ મેડલ જ જીત્યા છે. તેના સિવાય યુસેન બોલ્ટ અને અમેરિકાનો કે રે એવરી છે.

બંનેએ એથ્લેટિક્સમાં ૮-૮ ગોલ્ડ મેડલ જીત્યા છે. સ્વેતલાના રોમાશિના હવે પોતાની પુત્રીના પાલન-પોષણ પર ધ્યાન આપવા માગે છે. તેની ત્રણ વર્ષની એક પુત્રી છે. તેણે કહ્યું કે હવે રમતને છોડીને તે વધુ એક બાળક પર ધ્યાન આપવા માગે છે. સ્વેતલાના રોમાશિનાએ ચાર વખત ઓલિમ્પિક્સની ગેમ્સમાં ભાગ લીધો. દરેક વખતે જ્યારે તેણે કોઈ ઈવેન્ટમાં ભાગ લીધો ત્યારે તેણે ગોલ્ડ મેડલ જીત્યો. તેણે કહ્યું કે એક એથ્લેટના રૂપમાં આ મારો છેલ્લો ઓલિમ્પિક હતો. બની શકે કે તમે મને કોચના રૂપમાં જાેશો.

હાલ હું માત્ર પરિવાર પર ધ્યાન આપવા માગુ છું. હું બીજું બાળક ઈચ્છું છું. મારા જીવનમાં છઠ્ઠો અને સાતમો ગોલ્ડ સૌથી મુશ્કેલ રહ્યો. હું મા બની હતી. એક જ સમયે માતા અને એથ્લેટ બનવું બહુ મુશ્કેલ હોય છે. જાે હું તમને મારી દીકરી વિશે જણાવીશ તો મને રડવું આવી જશે. આર્ટિસ્ટિક સ્વિમિંગમાં સ્વેતલાના અને મારિયાએ કુલ ૯૮.૮૦૦૦ પોઈન્ટ મેળવ્યા અને ગોલ્ડ જીત્યો. જ્યારે ચીનની ૯૬.૨૩૩૧ પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું. યૂક્રેને ૯૦ પોઈન્ટની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. મેડલ જીત્યા પછી સ્વેતલાના અને મારિયાએ પોડિયમ પર પોતાના ગોલ્ડ મેડલને એકબીજાની સાથે અથડાવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.