Western Times News

Gujarati News

ખોખરામાં આવારા તત્ત્વોનો આતંક

સગીરાની વારંવાર છેડતી કરતા બે ભાઈઓ : વિરુદ્ધ ફરીયાદ નોધાવતા પોલીસે આરોપીઓની કરેલી ધરપકડ

અમદાવાદ : મહીલાઓ યુવતીઓની છેડતી કરતા રોમીયોની સંખ્યા વધી ગઈ છે લુખ્ખા તત્વો દ્વારા યુવતીઓ સમક્ષ બિભત્સ માંગણીઓ કરવામાં આવે છે અને તે તાબે ન થાય તો તેમને યેનકેન રીતે બ્લેકમેઈલ કરીને તેમની સાથે જબરદસ્તી કરતા હોય છે કેટલાક પરીવારને જાનથી મારી નાખવાની ધમકી તો ક્યારેક ફોટો વાઈરલ કરવાની ધમકી આપતાં યુવતીઓ આવાં આવારા ત¥વોને તાબે થવા મજબુર બને છે આવી જ વધુ એક ઘટના ખોખરા વિસ્તારમા બની છે. જેમા ૧૫ વર્ષીય સગીરાને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી એક શખ્સે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરતા તેની માતાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

ખોખરામાં આવેલી એક આવાસ યોજનામા એક મહીલા પોતાની પાચ દિકરી તથા પતિ સાથે રહે છે શ્રમજીવી પરીવાર ફલેટ આગળ જ આમલેટનની લારી ચલાવી ગુજરાત પુરુ પાડે છે તેમના ફલેટમા અન્ય બ્લોકમાં રહેતી એક યુવતી પાચ દિકરી પૈકી ત્રીજા નંબરની મિતાલી નામ બદલ્યુ છે ની મિત્ર હોવાથી અવારનવાર ઘરે આવી જા કરતી હતી

જેના કારણે તેનના બંને ભાઈઓ રવિ બાબાજી સાવત તથા રાજા બાલાજી સાવંત પણ મિતાલી અને તેનાં પરીવારને ઓળખતા હતા આ બંને ભાઈઓ મિતાલી તથા તેની એક બહેનની અવારનવાર છેડતી કરી પોતાની સાથે સંબંધ રાખવા કહેતા હતા જે કે બંને બહેનોની માતાને જાણ થતા તેમણે રવિ અને રાજાને ઠપકો આપ્યો હતો

તેમ છતાં બંને ભાઈઓ સગીરાનો અવારનવાર પીછો કરતા હતા દરમિયાન ગુરુવારે રાત્રે મિતાલી તથા તેનો પરીવાર સુઈ ગયા બાદ મધરાતે રવિએ મિતાલીને જગાડી હતી અને તેને પોતાની સાથે શરીર સંબંધ બાંધવાની માગણી કરરી હતી નહીતર તેના બિભત્સ ફોટા વાઈરલ કરવાની ધમકીઓ આપી હતી.

ફોટા વાયરલ કરવાની ધમકી આપાત ગભરાયેલી મિતાલી રવિને તાબે થઈ હતી તે જબરદસ્તી કરતો હતો ત્યાજ મીતાલીની માતા તેને શોધતી આવી પહોચી હતી અને સમગ્ર દૃશ્ય જાઈ ચોકી ઉઠેલી માતાએ બુમાબુમ કરતા રવિ ભાગી ગયો હતો.
બાદમાં મિતાલીએ સમગ્ર હકીકત માતાને જણાવતા તે ખોખરા પોલીસ સ્ટેશને પહોચ્યા હતા ફરીયાદમાં આધારે પોલીસે મધરાતે રવિ તથા રાજાને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.