Western Times News

Gujarati News

રાજ્યસભામાં સાંસદો પર હાથ ઉપડ્યા હતા. બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા

નવીદિલ્હી: રાજ્યસભામાં કાલે થયેલા હંગામાને લઈને આજે વિપક્ષી દળોના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા કરી. માર્ચમાં વિપક્ષી નેતાઓએ સરકાર પર તાનાશાહી અને લોકતંત્રની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.

આ માર્ચમાં રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્યસભામાં સાંસદો પર હાથ ઉપડ્યા હતા. બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા અને સાંસદો સાથે ધક્કામુક્કી કરવામાં આવી હતી. ચેરમેનની જવાબદારી છે સદન ચલાવવાની તો વિપક્ષ પોતાની વાત કેમ રજૂ ન કરી શકે? રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સંસદનું સત્ર બેસતું જ નથી. ૬૦% લોકોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. રાજ્યસભામાં સાંસદો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે. અમે સરકાર સાથે પેગાસસ મામલે વાત કરવાની શરૂઆત કરી હતી. અમે ખેડૂતો, મોંઘવારી અને ઈંધણના ભાવ જેવા મુદ્દા ઉઠાવ્યા હતા. પરંતુ જે થઈ રહ્યું છે તે લોકતંત્રની હત્યા છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, દેશના વડાપ્રધાન દેશને વેચવાનુ કામ કરી રહ્યા છે. બે કે ત્રણ ઉદ્યોગપતિઓને દેશનો આત્મા વેચવામાં આવી રહ્યો છે. વિપક્ષને સંસદની અંદર વાત પણ કરવા દેવાતી નથી. દેશના લોકોનો અવાજ દબાવાઈ રહ્યો છે. સરકારે લોકતંત્રની હત્યા કરી છે. મોદી સરકાર ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. નોટબંધી અને જીએસટી લાગુ કરીને નાના ઉદ્યોગોને ખતમ કરવામાં આવી રહ્યા છે. સંસદમાં પહેલી વખત સાંસદોને માર મારવામાં આવ્યો છે. જાેકે લોકોને હવે સમજણ પડી રહી છે. સરકાર સામે અવાજ ઉઠી રહ્યો છે. આપણે ડરવાનુ બંધ કરવુ પડશે કોંગ્રેસ નેતાએ કહ્યું કે દેશમાં દલિતો ગરીબો કિસાનો મજદુરોમાં તમને ધરી ધીરે એક અવાજ સંભળાશે આ અવાજ ધીરે ધીરે વધી જશે ત્યારબાદ એક દિવસ તે અવાજ એક વાવાઝોડું બની જશે અને તે વાવાઝોડું નરેન્દ્ર મોૅદીને પ્રધાનના ધરેથી ઉઠાવી બહાર ફેંકી દેશે

શિવસેનાના સંજય રાઉતે કહ્યું હતું કે રાજ્યસભામાં માર્શલ લો લગાવવામાં આવ્યો હતો. એવું લાગે છે કે અમે પાકિસ્તાનની સીમા પર ઊભા રહી ગયા હતા. સરકાર દ્વારા રોજ લોકતંત્રની હત્યા કરવામાં આવે છે અને અમે સરકાર સામે લડતા રહીશું. આ સિવાય આરજેડીના નેતા મનોજ જા, એનસીપી નેતા પ્રફુલ પટેલ સહિત અનેક વિપક્ષી નેતાઓએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે જે રીતે માર્શલોએ રાજ્યસભાને ઘેરી લીધી અને વિપક્ષી નેતાઓ સાથે ગેરવર્તન કર્યું, તેનાથી લાગે છે કે માર્શલ લો લાગુ કરવામાં આવ્યો છે. ગૃહમાં લાગ્યું કે આપણે પાકિસ્તાનની સરહદ પર ઉભા છીએ.
રાઉતે કહ્યું કે વિપક્ષને સંસદમાં તેમના મંતવ્યો રજૂ કરવાની તક મળી નથી. મહિલા સાંસદો સામે ગઈકાલની ઘટના લોકશાહી વિરુદ્ધ હતી. એવું લાગ્યું કે આપણે પાકિસ્તાન સરહદ પર ઉભા છીએ. અમે ગઈકાલે લોકશાહીની હત્યા જાેઈ, જે રીતે ગઈકાલે રાજ્યસભામાં માર્શલ પહેરેલા ખાનગી લોકોએ અમારા સાંસદો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ માર્શલ નહોતા, સંસદમાં માર્શલ લો લાગુ કરવામાં આવ્યો હતો.રાઉતે કહ્યું કે રાજ્યસભામાં બિલ પસાર કરતી વખતે માર્શલને જે રીતે બોલાવવામાં આવ્યા હતા તે પહેલા જાેવા મળ્યા ન હતા. એવું લાગે છે કે સરકાર અમને ડરાવવા માંગે છે પરંતુ વિપક્ષ એકજૂટ છે.

પૂર્વ વડાપ્રધાન અને જનતાદળ એસના અધ્યક્ષ એચ ડી દેવગૌડાએ કહ્યું કે હું કોઇને દોષ આપવા માંગતો નથી પરંતુ ગૃહે કામ કરવું જાેઇએ નવેમ્બરમાં આગામી સત્રમાં સંસદની કાર્યવાહી ચલાવવા માટે બંન્ને પક્ષોએના તમામ વરિષ્ઠ નેતાઓએ એક સાથે આવવું જાેઇએ કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું કે કેન્દ્ર સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માંગતી ન થી સરકાર ચર્ચા વિના જ કાનુન પાસ કરી રહી છે કોરોના રસીકરણ,વર્તમાન આર્થિક સ્તિતિ બેરોજગારી કૃષિ કાનુનો પર ચર્ચા થવી જાેઇએ પરંતુ સરકાર ભાગી રહી છે. આજે આપણે મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક કરીશું અને આગળ શું કરવું તે નક્કી કરીશું. ૨૦ ઓગસ્ટે કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ વાત કરશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ બેઠકમાં હાજરી આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.