Western Times News

Gujarati News

મગફળી પકવતા ખેડૂતોને સારી કમાણી થવાની આશા હતી પરંતુ વરસાદ આશા પર પાણી ફેરવી શકે છે

વરસાદની અછતના લીધે રાજ્યના ખેડૂતોમાં નિરાશા

રાજકોટ, વિલંબિત અને અપૂરતા વરસાદે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે ચિંતા ઉભી કરી છે, કારણ કે જાે આગામી ચાર-પાંચ દિવસમાં ચોમાસુ ફરી સક્રિય ન થયું તો તેમાંથી ઘણાના પાક નિષ્ફળ જવાની આશંકા છે. Peanut growers had hoped for good earnings but due to less rain in state they are worried.

આશરે ૩૨થી ૩૫ લાખ ટનની નીપજ સાથે સૌરાષ્ટ્ર દેશમાં મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે. આ ચોક્કસ સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ એ સમય છે જ્યારે પાકને વધારે પાણીની જરૂર પડે છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, છોડના મૂળ જમીનનાં છેક ઊંડે સુધી જાય છે અને તેથી પાણીની જરૂર વધારે પડે છે.

રાજ્ય સરકારે સિંચાઈ માટે ડેમનું પાણી આપવાની જાહેરાત કરી છે, પરંતુ મગફળી ઉગાડતા ખેડૂતોનું કહેવું છે કે, પાક માટે તે ઘણું મોડુ થઈ શકે છે. જેતપુરના રહેવાસી તેવા પ્રવિણ પાટોડિયા નામના ખેડૂતે કહ્યું હતું કે, ‘સૌરાષ્ટ્રના ઘણા ખેડૂતો પાસે સિંચાઈની સુવિધા નથી. તેઓ મોટાભાગે વરસાદ પર આધાર રાખે છે.

ડેમમાંથી પાણી અમારા સુધી પહોંચતા લગભગ પાંચ દિવસ લાગશે, પરંતુ ત્યાં સુધીમાંમ તો ભાગ નિષ્ફળ ગયો હશે. કૃષિ નિષ્ણાતોના મતે મગફળીના છોડને વાવણીના ૪૫ દિવસ પછી સૌથી વધારે પાણીની જરૂર પડે છે. હાલમાં આ વૃદ્ધિનો બીજાે તબક્કો છે અને તેની ઉપજ માટે ૯૦થી ૧૨૦ દિવસ લાગે છે.

છેલ્લા ૨૦ દિવસને છોડી દઈએ તો, મગફળીને સૌથી વધારે પાણીની જરૂર છે. ગયા વર્ષે, ખેડૂતોને ચીનમાં મગફળીની વધારે માગ હોવાથી સારું એવું વળતર મળ્યું હતું અને આ વર્ષે પણ તેઓ સારી કમાણીની અપેક્ષા રાખતા હતા, પરંતુ વરસાદની અછત તેમની આશા પર પાણી ફેરવી શકે છે.

ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એન્ડ ઓઈલ સીડ્‌સ અસોસિએશનના પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે, ‘એકર દીઠ સરેરાશ ઉપજ ૪૦૦ કિલોની આસપાસ છે, પરંતુ આગામી ચાર-પાંચ દિવસમાં વરસાદ નહીં આવે તો તે ઘટીને લગભગ ૧૫૦થી ૨૦૦ કિલો પ્રતિ એકર રહી જશે. તેનો અર્થ એ થયો કે પાકની કુલ ઉપજ ૧૫ લાખથી ૧૮ લાખ ટન વચ્ચે હશે.

નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દર વર્ષે ટેકાના ભાવ પર મગફળી ખરીદે છે અને આ સીઝનમાં ઓઈલ મિલરોને સ્ટોક વેચે છે. ગયું વર્ષ અપવાદરૂપ હતું કારણ કે ખેડૂતોને ટેકાના ભાવ કરતા બજારમાં સારા ભાવ મળ્યા હતા. ઓઈલ મિલરો હાલ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્ચિમબંગાળથી પિલાણ માટે મગફળીની આયાત કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.