Western Times News

Gujarati News

ડિપ્લોમા એન્જિનિયરિંગના રજિસ્ટ્રેશનની મુદ્દત વધશે? ૨૮,૦૦૦ સીટો ખાલી

૩૬૦૦૦ વિદ્યાર્થીઓએ ડિપ્લોમામાં રજિસ્ટ્રેશન કરાવ્યું એડમિશન કમિટીએ ડેડલાઈન લંબાવવાની માગણી કરી

અમદાવાદ, શનિવારના રોજ ડિપ્લોમા એન્જિનિયરિંગના રજિસ્ટ્રેશનનો અંતિમ દિવસ છે, પરંતુ ૬૪,૦૦૦ સીટોની સામે માત્ર ૩૬,૦૦૦ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ સ્થિતિને ધ્યાનમાં રાખીને એડમિશન કમિટીએ એડમિશન પ્રક્રિયા માટે વધુ એક અઠવાડિયાનો સમય માંગ્યો છે. Will the deadline for registration of Diploma Engineering be extended in Gujarat? 28000 seats vacant

જાે શિક્ષણ વિભાગ દ્વારા એડમિશન કમિટીની આ માંગને સ્વીકારવામાં આવશે તો વધુ એક અઠવાડિયાનો સમય વિદ્યાર્થીઓને મળી શકે છે. નોંધનીય છે કે આ વર્ષે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન થયું હોવાને કારણે ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હશે તેવી આશંકા હતી.

આ આશંકાને કારણે ડિપ્લોમા કોર્સના પ્રવેશની પ્રક્રિયા વહેલી શરુ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એડમિશન કમિટીએ અત્યાર સુધી બે વાર રજિસ્ટ્રેશનની ડેડલાઈન વધારી છે, પરંતુ અત્યાર સુધી માત્ર ૩૬,૦૦૦ જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

વર્તમાન નિયમો અનુસાર, જે વિદ્યાર્થીઓએ ૧૦મા ધોરણમાં ગ્રેસિંગ સાથે પરીક્ષા પાસ કરી હશે તેઓ એડમિશનના અમુક રાઉન્ડ સમાપ્ત થઈ જાય અને જાે સીટો ખાલી હોય તો જ એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ગ્રેસ માર્ક્‌સ સાથે પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે, માટે કોલેજાેએ સરકારને વિનંતી કરી છે કે આ પ્રકારના વિદ્યાર્થીઓને પણ એડમિશનના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે. કોલેજાેની માંગ પર હજી કોઈ ર્નિણય લેવામાં નથી આવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.