Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં સ્વાતંત્ર્ય સેનાની , કોરોનો વોરીયર્સનું સન્માન કરાયું

(સાજીદ સૈયદ, નડીયાદ)  ખેડા જિલ્લામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડીઆદના એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે કરાઇ હતી સ્વાતંત્ર્ય સેનાની , કોરોનો વોરીયર્સનું અને શિક્ષકોનું મંત્રી બચુભાઇ ખાબડ ના વરદ હસ્તે સન્માન કરાયું સ્વાતંત્ર્ય પર્વ નિમિતે રાષ્ટ્રધ્વજને સલામી આપી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ ,

જિલ્લા પંચાયતના પ્રમુખનયનાબેન પટેલ , તેમજ ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ , જિલ્લા કલેકટર કે.એલ.બચાણી , જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે , નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ સહિત જિલ્લાના પદાધિકારીશ્રીઓ , અધિકારીઓ તથા સન્માનિત સ્વાતંત્ર્ય સેનાની , શિક્ષકો , કોરોના વોરીયર્સ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.