Western Times News

Gujarati News

તમામ સૈનિક શાળાઓ દીકરીઓ માટે પણ ખોલવામાં આવશેઃ વડાપ્રધાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૭૫માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૭૫ માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતા આગામી સમયમાં વિકાસની રૂપરેખા તૈયાર કરી છે.તેમણે કહ્યું કે સ્વતંત્રતાનાં અમૃત મહોત્સવના ૭૫ અઠવાડિયા માટે દેશમાં દર અઠવાડિયે એક વંદે ભારત ટ્રેન દોડશે,

એટલે કે ૭૫ વંદે ભારત ટ્રેનોની સુવિધા ૭૫ અઠવાડિયામાં દેશવાસીઓને ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ સાથે વડાપ્રધાન મોદીએ દેશની તમામ સૈનિક શાળાઓમાં વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવાની જાહેરાત પણ કરી હતી. લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કહ્યું, ‘હવે સરકારે નક્કી કર્યું છે કે દેશની તમામ સૈનિક શાળાઓ દેશની દીકરીઓ માટે પણ ખોલવામાં આવશે.’

વડાપ્રધાને કહ્યું કે દેશે સંકલ્પ કર્યો છે કે સ્વતંત્રતાના અમૃત મહોત્સવના ૭૫ સપ્તાહમાં ૭૫ વંદે ભારત ટ્રેનો દેશના દરેક ખૂણાને જાેડશે. આજે, દેશમાં જે ઝડપે નવા એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે, દૂરના વિસ્તારોને જાેડતી ેંડ્ઢછદ્ગ યોજના પણ અભૂતપૂર્વ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામમાં સાકલ્યવાદી અભિગમ અપનાવવાની પણ જરૂર છે. ભારત આગામી સમયમાં પ્રધાનમંત્રીની ગતિશક્તિ-રાષ્ટ્રીય માસ્ટર પ્લાન શરૂ કરવા જઈ રહ્યું છે.

પીએમે કહ્યું કે આપણે આઝાદીની ઉજવણી કરીએ છીએ, પરંતુ ભાગલાની વેદના હજુ પણ ભારતની છાતીને વીંધી રહી છે. તે છેલ્લી સદીની સૌથી મોટી દુર્ઘટના છે. દેશે ગઈકાલે જ ભાવનાત્મક ર્નિણય લીધો છે. હવેથી ૧૪ ઓગસ્ટને પાર્ટીશન વિભિષિકા મેમોરિયલ ડે તરીકે યાદ કરવામાં આવશે.

૮૦ ટકા ખેડૂતો પાસે ૨ હેક્ચરથી ઓછી જમીન છે. દોઢ લાક કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે જેથી તેઓ સશ્તકત છે. નાના ખેડૂતો પર પહેલા ધ્યાન અપાતું નહીં. કૃષિ સેક્ટરની ચેલેન્જ પર ધ્યાન આપવાનું છે. પહેલા નાના ખેડૂતો પર ધ્યાન અપાતું નહતું. ખેડૂતોની જમીન સતત નાની બની રહી છે.

ખેડૂતોના પક્ષમાં સરકાર સકારાત્મક ર્નિણય લેવા જઈ રહી છે.જમીનોના કાગળ પણ ઓનલાઈન અપલોડ થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદનને વિદેશમાં મોકલવામાં આવી રહ્યા છે. ગામની જમીન વિવાદ નહીં વિકાસનો આધાર બને તે જરૂરી છે. તો આ સાથે જ નાના ખેડૂતો બને દેશની શાન એ મારું સપનું તેવી વાત પણ કરી હતી.

વડાપ્રધાને કહ્યું કે ‘તમામની ક્ષમતાને યોગ્ય તક આપવી, આ લોકશાહીની વાસ્તવિક ભાવના છે. આ માટે, આપણે જે ચોરસ પાછળ છે, જે વિસ્તાર પાછળ છે તેને હાથથી પકડવો પડશે. આજે, લાલ કિલ્લા પરથી, હું આહવાન કરું છું – સબકા સાથ, સબકા વિકાસ – સબકા વિશ્વાસ અને દરેકના પ્રયત્નો અમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના ૧૧૦ થી વધુ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રસ્તા, રોજગાર સંબંધિત યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ગામડાઓમાં રસ્તા અને વીજળી જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કની શક્તિ, ડેટા ગામડાઓ સુધી પહોંચી રહ્યો છે, પીએમ મોદીએ કહ્યું કે જે બનાવો તે બેસ્ટ બનાવો. જેથી ખરીદનાર કહી શકે કે આ મેડ ઈન ઈન્ડિયા છે.

દેશની દરેક પ્રોડક્ટ બ્રાન્ડ એમ્બેસડર છે. મેન્યુફેક્ચરિંગમાં ઝડપથી કામ થઈ રહ્યું છે. તેનાથી દેશની પ્રતિષ્ઠા જાેડાયેલી છે. નિકાસ વધારવાની કોશિશ કરાઈ રહી છે. નાના શહેરોમાં નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે. સરકાર તેમને મદદ કરી રહી છે. ભારતના સ્ટાર્ટઅપને દુનિયામાં શ્રેષ્ઠ બનાવીને તે દિશામાં કામ કરવાનું છે.

કોરોનામાં અનેક સ્ટાર્ટઅપ તૈયાર થયા છે. ભારતમાં રાજનીતિની ઈચ્છા શક્તિની ખામી નથી. નાના શહેરોમાં પણ નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે. સ્ટાર્ટઅપની સંખ્યા હજારો કરોડ સુધી પહોંચી છે.

પીએમ મોદીએ કહ્યું કે ગરીબોને પોષણ યુક્ત ચોખા આપવાનું લક્ષ્ય રખાશે. ગરીબોને સસ્તી દવાઓ આપવામાં આવશે. આ સિવાય પહેલા સરકારનું લક્ષ્ય ૧૦૦ ટકા ઘરોમાં શૌચાલયો બનાવવાનું હતું આ સાથે જ હવે દરેક ઘર જળ મિશન ઝડપથી કામ કરી રહ્યું છે. ફક્ત ૨ વર્ષમાં સાડા ૪ કરોડથી વધારે પરિવારને નળ મળવાનું શરૂ થયું છે.

પૂર્વી ભારત, નોર્થ ઈસ્ટ, જમ્મૂ કાશ્મીર, લદ્દાખ સહિત હિમાલય, કોસ્ટલ બેલ્ટ કે આદિવાસી અંચલ, ભવિષ્યમાં ભારતના વિકાસનો આધાર બનશે. આજે નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટીનો નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે, આ કનેક્ટિવિટી દિલની પણ છે. નોર્થ ઈસ્ટના દરેક રાજધાનીને રેલસેવા સાથે જાેડવાનું કામ જલ્દી પૂરું થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પણ તેના વિકાસની અમર્યાદિત શક્યતાઓ તરફ આગળ વધ્યું છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, ‘સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટી’ લદ્દાખને ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર બનાવવા જઈ રહી છે. તેમણે કહ્યું કે જમ્મુ હોય કે કાશ્મીર, વિકાસનું સંતુલન હવે જમીન પર દેખાય છે. જમ્મુ-કાશ્મીરમાં ડી-લિમિટેશન કમિશનની રચના કરવામાં આવી છે અને ભવિષ્યની વિધાનસભા ચૂંટણી માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.