Western Times News

Gujarati News

૨૫ સપ્ટેમ્બરે યુએનમાં વડાપ્રધાન મોદી સંબોધન કરે તેવી શક્યતા

દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૫ સપ્ટેમ્બરે રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક ઉચ્ચ સત્ર (યુએન જનરલ એસેમ્બલી સત્ર) ને વ્યક્તિગત રીતે સંબોધિત કરી શકે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા વક્તાઓની યાદી દ્વારા આવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. Prime Minister Modi is likely to address the UN on September 6 2021

જો કે, લિસ્ટ અને કાર્યક્રમ બદલાઈ પણ શકે છે અને ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્ર માટે સંયુક્ત રાષ્ટ્ર મથક ખાતે વિશ્વના નેતાઓની હાજરી વૈશ્વિક કોરોના મહામારીની પરિસ્થિતિ પર આધારિત રહેશે. ખાસ કરીને અમેરિકા સહિતના દેશોમાં જ્યાં કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ તબાહી મચાવી રહ્યું છે.

Prime Minister Narendra Modi is expected to address the annual high-level UN General Assembly session in person on September 25, according to a provisional list of speakers released by the UN.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬ માં સત્રમાં સામાન્ય ચર્ચા માટે વક્તાઓની પ્રથમ અસ્થાયી યાદી મુજબ, પીએમ મોદી ૨૫ સપ્ટેમ્બરની સવારે એક ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધન કરશે. તે દિવસના પ્રથમ નેતા બનશે. વર્ષ ૨૦૧૯ માં, પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્ર માટે ન્યૂયોર્કની મુલાકાત લીધી હતી.

ગયા વર્ષે પીએમ મોદી સહિત વિશ્વના અન્ય નેતાઓએ સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્ર માટે પૂર્વ-રેકોર્ડ કરવામાં આવેલા વીડિયો દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા. ગયા વર્ષે કોરોના મહામારીના કારણે વાર્ષિક સભામાં ફિઝિકલ રીતે નેતા સામેલ થઈ શક્યા નહોતા.

સંયુક્ત રાષ્ટ્રના ૭૫માં વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર હતુ કે ઉચ્ચ સ્તરીય સત્રને વર્ચુઅલ આયોજિત કરવામાં આવ્યુ હતુ. આ વર્ષે પણ સમગ્ર દુનિયાના નેતાઓ માટે પ્રી-રેકોર્ડેડ સ્ટેટમેન્ટ મોકલવાનો વિકલ્પ ખુલ્યો છે કેમ કે કેટલાક દેશોમાં હજુ પણ કોરોના મહામારીનો પ્રકોપ ચાલુ છે.

સામાન્ય ચર્ચા ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થશે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન વ્યક્તિગત રીતે સત્રને સંબોધિત કરવાના છે. અમેરિકી નેતા તરીકે વિશ્વ સંગઠનમાં તેમનુ આ પહેલુ સંબોધન હશે.

જાપાની વડાપ્રધાન યોશીહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાઈ નેતા સ્કૉટ મૉરિસન પણ ૨૪ સપ્ટેમ્બરે સામાન્ય ચર્ચાને સંબોધિત કરવા માટે લિસ્ટમાં છે. ઓલ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાના નેતાઓના વ્યક્તિગત રીતે મહાસભા સત્રમાં ભાગ લેવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. આ સાથે જ એ પણ સંભાવના છે કે ક્વાડ લીડર્સ શિખલ સંમેલન સપ્ટેમ્બરમાં યુએનજીએની આસપાસ થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.