Western Times News

Gujarati News

વિજ્ઞાન પ્રવાહના રિપીટર ૧૫.૩૨% વિદ્યાર્થીઓ ઉતીર્ણ

પ્રતિકાત્મક

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધોરણ-૯થી ૧૨ને એક નામ હેઠળ સમાવીને માધ્યમિક શિક્ષણ જાહેર કરાયું છે

ગાંધીનગર, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવાામાં આવ્યું છે. જેમાં આજે સવારે એટલે ૧૬મી ઓગસ્ટનાં રોજ ૮ વાગ્યાથી રીપીટર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઓનલાઈન જાેઈ શકશે. રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ ૧૫.૩૨ ટકા આવ્યું છે.

નોંધનીય છે કે, ૩૦,૩૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૪૬૪૯ વિદ્યાર્થીઓ જ ઉતીર્ણ થયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા મુજબ, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા જૂલાઈ મહિનામાં જ લેવાઈ હતી.

આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પોતાની બેઠક નંબરના આધારે પરિણામ જાેઈ શકશે. આ પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે ૮ વાગ્યે જાહેર થશે, જ્યારે શાળાઓમાં માર્કશીટ મોકલવાની જાહેરાત પાછળથી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર પર જઈને પોતાનો સીટ નંબર નાંખવો પડશે.

જે બાદ જ તેઓ પોતાનું પરિણામ જાેઈ શકશે. રાજ્યમાં નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળે શિક્ષણ બોર્ડ સમક્ષ ભલામણો કરી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-૯થી ૧૨ને સળંગ એકમ જાહેર કરી વર્ગ દીઠ ૨ શિક્ષકનો રેશિયો રાખવા માંગ કરી છે.

હાલમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ એમ બે વખત શાળાઓ દ્વારા એલસી આપવાના બદલે ફક્ત એક જ વખત ધોરણ ૧૨માં એલસી આપવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા પધ્ધતિ અત્યારથી જ જાહેર કરવામાં આવે તેવી રજુઆત પણ કરી છે.

વર્તમાન પ્રથામાં ધોરણ-૯, ૧૦ માધ્યમિક અને ધોરણ-૧૧, ૧૨ને ઉચ્ચતર માધ્યમિકના વર્ગો તરીકે ચાલે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધોરણ-૯થી ૧૨ને એક જ નામ હેઠળ સમાવીને માધ્યમિક શિક્ષણ જાહેર કરવામાં આવી છે. અને ભાર વગરના ભણતરને ધ્યાને રાખીને ધોરણ-૯થી ૧૨માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવાનું સૂચન કર્યું છે.

આમ થવાથી ધોરણ-૯થી ૧૨ના ૪ વર્ષના શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીને કુલ ૮ પરીક્ષામાંથી ઉત્તિર્ણ થવાનું રહે અને તેને નીચેના વર્ગની એટીકેટીનો પણ લાભ મળે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.