Western Times News

Gujarati News

અનુપમાની વહુ કિંજલનો ગ્લેમરસ ફોટો વાયરલ થયો

નિધિ શાહ અવારનવાર ફોટા શેર કરે છે-ઈન્સ્ટાગ્રામ પર નિધિના ફોલોઅર્સની સંખ્યા ૧ મિલિયનથી વધુ, પાછલા દિવસોમાં લોકપ્રિયતા અચાનક વધી ગઈ છે

મુંબઈ, રૂપાલી ગાંગુલી પ્રખ્યાત ટીવી શો અનુપમામાં મુખ્ય પાત્ર ભજવી રહી છે, પરંતુ તેની સાથે બાકીના પાત્રો ભજવતા કલાકારોને પણ લોકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. અનુપમાની પુત્રવધૂ કિંજલ એટલે કે નિધિ શાહ પણ આ શોમાંથી લોકોના મનપસંદ કલાકારોની યાદીમાં જાેડાઈ છે.

પરંતુ શું તમે જાણો છો કે પડદા પર સરળ રીતે રહેતી કિંજલ વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે. નિધિ શાહ અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. સિરિયલ અનુપમા’માં અભિનેત્રી નિધિ શાહને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે જે અનુપમાની પુત્રવધૂ કિંજલના રોલમાં છે.

કિંજલ એટલે કે નિધિ શાહ વાસ્તવિક જીવનમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ છે. તે દરરોજ તેના નવા દેખાવ બતાવીને ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. અત્યાર સુધી, તેણે ઈન્સ્ટાગ્રામ પર ૨૯૨ પોસ્ટ્‌સ શેર કરી છે, જેમાં વેસ્ટર્ન ડ્રેસથી એથનિક ડ્રેસમાં તેની તસવીરો જાેવા મળી રહી છે. તેણે બંને ડ્રેસમાં પસંદ કરવામાં આવી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા ૧ મિલિયનથી વધુ છે. પાછલા દિવસોમાં તેમની લોકપ્રિયતા અચાનક વધી ગઈ છે. કિંજલ એટલે કે નિધિ શાહ આ દિવસોમાં અનુપમામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહી છે. તે તેની સાસુ અનુપમાને સપોર્ટ કરતી જાેવા મળે છે.

તાજેતરમાં ‘અનુપમામાં કિંજલ એટલે કે નિધિ શાહના તેના ઓનસ્ક્રીન પતિ પરિતોષ સાથેના મતભેદો દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે જ કિંજલ પણ કામના સ્થળે છેડતીનો શિકાર બનવા જઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.