Western Times News

Gujarati News

પેગાસસ મામલે કેન્દ્રને સુપ્રીમે નોટિસ ફટકારી

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે પેગાસસ સ્નૂપિંગ કેસમાં કોર્ટની દેખરેખમા સ્વતંત્ર તપાસ માટે જનહિત અરજીઓ પર કેન્દ્ર સરકારે નોટિસ જારી કરી છે. કેન્દ્ર સરકારનું વારંવાર એ કહેવુ હતુ કે સુરક્ષા ઉદ્દેશો માટે ફોનને ઈન્ટરસેપ્ટ કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો, આનો સાર્વજનિક રીતે ખુલાસો કરી શકાય નહીં. ભારતના પ્રધાન ન્યાયાધીશ એન વી રમનાની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું કે તે કેસના તમામ પાસાને જાેવા માટે વિશેષજ્ઞોની સમિતિ બનાવવાના કેન્દ્રના પ્રસ્તાવની તપાસ કરશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ૧૦ દિવસમાં અરજીઓ પર જવાબ આપવા માટે કહ્યુ છે.

સુપ્રીમ કોર્ટ હવે બે સપ્તાહ બાદ આ મામલે સુનાવણી કરશે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજૂ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ તર્ક આપ્યો કે સુરક્ષા અને સૈન્ય એજન્સીઓ દ્વારા રાષ્ટ્રવિરોધી અને આતંકવાદી ગતિવિધિઓની તપાસ માટે કેટલીક રીતે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે કહ્યુ, કોઈ પણ સરકાર એ સાર્વજનિક નહીં કરે કે તેઓ કયા સોફ્ટવેરનો ઉપયોગ કરી રહી છે જેથી આતંકી નેટવર્ક પોતાના સિસ્ટમને મૉડિફાઈ કરી શકે અને ટ્રેકિંગથી બચી શકે. મહેતાએ કહ્યુ કે કેન્દ્ર સરકાર, નજર હેઠળ તમામ તથ્યોને એક વિશેષજ્ઞ તકનીકી સમિતિની સમક્ષ રાખવા માટે તૈયાર છે તો તે કોર્ટને એક રિપોર્ટ આપી શકે છે. સુપ્રીમ કોર્ટના તે પ્રશ્ન પર કે શુ કેન્દ્ર એક વિસ્તૃત સોગંદનામુ દાખલ કરવા માટે તૈયાર છે, મહેતાએ કહ્યુ કે સોમવારે દાખલ બે પાનાના સોગંદનામા અરજીકર્તા એન રામ અને અન્ય દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓનો પર્યાપ્ત રીતે જવાબ આપે છે. તુષાર મહેતાએ કહ્યુ, કે તેઓ એ નહીં કહી રહ્યા કે સરકારની સમક્ષ ખુલાસો કરશે નહીં પરંતુ તેઓ સાર્વજનિક રીતે તેનો ખુલાસો કરી શકશે નહીં.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.