Western Times News

Gujarati News

અફઘાનમાંના અધૂરા પ્રોજેક્ટ પૂરા કરવા ભારતને અપીલ

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનોનુ શાસન સ્થપાઈ ચુકયુ છે અને બીજી તરફ ભારતના અબજાે ડોલરના પ્રોજેક્ટ અફઘાનિસ્તાનમાં અધવચ્ચે છે. આ સંજાેગોમાં તાલિબાને કહ્યુ છે કે, ભારતે અફઘાનિસ્તાનમાં પોતાના અધૂરા પ્રોજેક્ટ પૂરા કરવા જાેઈએ.એક અંદાજ પ્રમાણે ભારતે અફઘાનિસ્તાનમાં ત્રણ અબજ ડોલરની યોજનાઓમાં રોકાણ કરેલુ છે.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તાલિબાન નેતાએ કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ બીજા દેશો સામે કરવા નહીં દેવાય.તાલિબાન પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યુ હતુ કે, ભારત અફઘાનિસ્તાનમાં પોતાની અધૂરી યોજનાઓને પૂરી કરી શકે છે.

ટીવી ચેનલના એન્કરના સવાલના જવાબમાં તાલિબને કહ્યુ હતુ કે, અમે પહેલા પણ કહી ચુકયા છે કે, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશને બીજા દેશ સામે કરવા માટે પરવાનગી નહીં અપાય. બીજુ કે જાે ભારતે અહીંયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ ચાલુ કર્યુ છે અને તે અધૂરા છે તો તે પૂરા કરે, કારણકે તે જનતા માટે છે. આ પહેલા ભારતીય ન્યૂઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યૂમાં પણ તાલિબાને કહ્યુ હતુ કે, અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હરિફાઈનો ભાગ બનવા નથી માંગતા. અમે અફઘાનિસ્તાનની આઝાદી માટે લડી રહ્યા છે અને ચાલીસ વર્ષથી અમારી જેહાદ ચાલી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.