Western Times News

Gujarati News

ભારતનો ૨૪ ઓક્ટોબરે દુબઈમાં પાક. સામે મુકાબલો

દુબઈ, કોરોના વાયરસના કારણે ઓલિમ્પિકની જેમ ટી૨૦ વર્લ્‌ડકપના આયોજનને પણ રદ્દ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. જાેકે, આ વર્ષમાં વર્લ્‌ડકપનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અંગે મંગળવારે જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ૨૪ ઓક્ટોબરે આમને સામને હશે. આ બન્ને ટીમ દુબઈમાં રમવાની છે. પહેલી સેમિફાઈનલ ૧૦ નવેમ્બરે અબુધાબીમાં રમાવાની છે. જ્યારે બીજી સેમિફાઈનલનું આયોનજ ૧૧ નવેમ્બરે દુબઈમાં યોજાશે. બન્ને સેમિફાઈનલ માટે દિવસ પણ રિઝર્વ રાખવામાં આવ્યા છે. ટી૨૦ વર્લ્‌ડકપની ફાઈનલ મેચ ૧૪ નવેમ્બરે દુબઈમાં યોજાશે.

સેમિફાઈનલની જેમ જ ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૬માં પછી પહેલીવાર ટી૨૦ વર્લ્‌ડકપનું આયોજન ૧૭ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી ઓમાન અને યુએઈ (દુબઈ, અબુધાબી અને શારજહા)માં રમાશે. ભારતીય ટીમ સુપર ૧૨ રાઉન્ડમાં પોતાના અભિયાનની શરુઆત પાકિસ્તાન સામેની મેચથી કરશે. બન્ને ટીમ વચ્ચે ૨૪ ઓક્ટોબરે મેચ રમાવાની છે.

ટીમ ઈન્ડિયા પોતાની બીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે ૩૧ ઓક્ટોબરે દુબઈમાં રમશે. ૩ નવેમ્બરે ભારત અને અફઘાનિસ્તાનની ટીમ અબુ ધાબીમાં રમશે. ભારતીય ટીમ ૪ મેચ દુબઈમાં જ્યારે એક મેચ અબુધાબીમાં રમવાની છે. ભારત અને પાકિસ્તાને ગ્રુપ બેમાં વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન સાથે રાખવામાં આવ્યા છે. અન્ય ગ્રુપમાં પૂર્વ ચેમ્પિયન વેસ્ટઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

૮ દેશોની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટને ૨૩ સપ્ટેમ્બરથી રમાશે જેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને આયર્લેન્ડની ટીમનો સમાવેશ થાય છે. જેમાંથી ૪ ટીમ સુપર-૧૨ માટે ક્વોલિફાય થશે. આઈસીસીએ ટી૨૦ વર્લ્‌ડકપમાં ભાગ લેનારા દેશોને યુએઈમાં આયોજિત ટૂર્નામેન્ટ માટે ૧૫ ખેલાડીઓ અને ૮ અધિકારીઓને લાવવાની મંજૂરી આપવામાં આવી છે, જેના માટે ૧૦ સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરાયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.