Western Times News

Gujarati News

એવું તે શું થયું કે, પુત્ર પોતાનાથી દૂર થતાં મલાઈકા અરોરા ભાવુક થઈ

મુંબઈ, દીકરો અરહાન નવી અને અજ્ઞાત જર્ની શરુ કરવા ઘરેથી નીકળતાં બોલિવુડ ડીવા મલાઈકા અરોરા ઈમોશનલ થઈ ગઈ હતી. મલાઈકા અરોરાની પોસ્ટ પ્રમાણે સોમવારે સાંજે તે દીકરાને મૂકવા માટે મુંબઈ એરપોર્ટ ગઈ હતી. ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈથી તે કોઈ અજાણ્યા સ્થળે જવા રવાના થયો હોય તેમ લાગી રહ્યું છે.

મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અરહાન વિશે હૈયુ ખોલીને વાતો લખી છે અને મા-દીકરાની થ્રોબેક તસવીર પણ શેર કરી છે. તે અત્યારથી જ દીકરાને મિસ કરી રહી છે તે વાતનો ખુલાસો કરતાં એક્ટ્રેસે લખ્યું છે કે ‘જ્યાં આપણે બંને એક નવા અજાણ્યા સફર પર જઈ રહ્યા છીએ, જ્યાં ગભરામણ, ડર, ઉત્સાહ, અંતર અને નવા અનુભવ છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

હું માત્ર એટલું જ જાણું છું કે, મને તારા પર ખૂબ ગર્વ છે મારા અરહાન. આ તારી પાંખો ફેલાવવાનો સમય છે, ઉડ અને તારા સપનાને જીવ. તને અત્યારથી જ મિસ કરી રહી છું. મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ બે તસવીર શેર કરી છે. જેમાં તે એકમાં તે દીકરા સાથે મુંબઈના રસ્તા પર વોક કરતી દેખાઈ રહી છે.

અભિનેત્રીનો પુત્ર આગળના અભ્યાસ માટે મુંબઈથી દૂર ગયો, તે ચોક્કસ કઈ જગ્યાએ ગયો છે તેના વિશે જાણ નથી

જે થ્રો બેક તસવીર છે. આ સિવાય અન્ય તસવીરમાં અરહાન પાલતુ શ્વાન કેસ્પરને ગળે મળીને અલવિદા કહી રહ્યો છે. આ સાથે એક્ટ્રેસે લખ્યું છે કે ‘અલવિદા કહેવું ખરેખર ખૂબ મુશ્કેલ છે. અરહાન આગળના અભ્યાસ માટે મુંબઈથી દૂર જાય તે પહેલા રવિવારે લંચનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મલાઈકા અને અરહાન સિવાય, એક્ટ્રેસના મમ્મી-પપ્પા, બહેન અમૃતા અરોરા અને પૂર્વ પતિ અરબાઝ ખાન જાેડાયો હતો. રવિવારના લંચની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. જેમાં મલાઈકાના મમ્મીનું પૂર્વ જમાઈ અરબાઝ ખાન સાથેનું બોન્ડિંગ જાેવા મળ્યું હતું.

વાતચીત કરતાં મલાઈકા અરોરાએ કહ્યું હતું કે, ‘હું એવા પરિવારમાંથી આવું છું જે છોકરીઓથી ભરેલું છે અને હવે છોકરાઓથી. તેથી, હું દીકરી ન હોવાને મિસ કરું છું. મને મારા દીકરા અરહાન પ્રત્યે ખૂબ પ્રેમ છે, પરંતુ હું ઈચ્છું છું કે, કાશ મારે પણ દીકરી હોત. આ મારા મનમાં ચાલી રહેલી ભાવના છે.

મારે એક બહેન છે. અમે એકબીજા સાથે બધું શેર કરીએ છીએ અને પડખે પણ ઉભી રહીએ છીએ. હુ્‌ં મારા દીકરા સાથે ઘણી બાબતોની ચર્ચા કરું છું. જેમ કે આપણે એક બાળકીને કેવી રીતે દત્તક લેવી જાેઈએ, તેને પરિવાર અને ઘર આપવું જાેઈએ. અમે દરેક બાબતની ચર્ચા કરીએ છીએ. અમે સેંકડો મુદ્દા પર વાત કરીએ છીએ. જાે કે, સત્ય એ પણ છે કે હાલ અમારી આવી કોઈ યોજના નથી’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.