Western Times News

Gujarati News

ગુજરાતમાં ૩ વર્ષમાં ગુજરાતી શાળા શરૂ કરવાની કોઈ અરજી નહિ

અમદાવાદ, આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકોના અભ્યાસ માટે સ્થાનિક ભાષા પર ભાર મૂકી રહ્યા છે, પરંતુ અમદાવાદના શિક્ષણ જગતમાં પરિસ્થિતિ વિપરીત જાેવા મળી રહી છે. વધતા અંગ્રેજીના ક્રેઝ અને શિક્ષણના અંગ્રેજી કરણના કારણે ગુજરાતી માધ્યમની શાળાઓના વળતા પાણી જાેવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી શાળાઓ શરૂ કરવા માટે જિલ્લા શિક્ષણ કચેરીમાં આવેલી અરજીઓમાં ૯૦ ટકા અંગ્રેજી શાળાઓ શરૂ કરવા માટેની અરજી હોય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ્રેજી મીડીયમના વધતા ક્રેઝને કારણે ગુજરાતી માધ્યમની શાળાઓમાંની હાલત ખસતા જાેવા મળી રહી છે. ધીરે ધીરે ગુજરાતી માધ્યમની શાળાઓ ઘટી રહી છે અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયા જણાવે છે કે, લોકોમાં પોતાના બાળકને અંગ્રેજી મીડીયમમાં ભણાવવાની ઘેલછા વધી રહી છે. અમદાવાદ શહેરની સ્થિતિ પ્રમાણે અંદાજે ૧૫૦૦ શાળાઓ છે જેમાંથી ૫૫૦અંગ્રેજી માધ્યમની જ્યારે ૭૦૦ ગુજરાતી માધ્યમની શાળાઓ અને ૧૫૦ હિન્દી માધ્યમની શાળાઓ છે.

સામાન્ય રીતે પણ જર અરજીઓ આવે છે તેમાં ૯૦ ટકા અરજીઓ અંગ્રેજી માધ્યમની હોય છે. તેમાંય નવાઈ પમાડે તેવી વાત એ પણ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં શહેરમાં ગુજરાતી માધ્યમની શાળા શરૂ કરવા માટે એક પણ અરજી આવી નથી. દરવર્ષે અંદાજે ૩૦થી ૪૦ અરજીઓ શાળા શરૂ કરવા માટે આવે છે પરંતુ સરકારના વર્તમાન ધારાધોરણો પ્રમાણે માંડ ૩થી ૪ શાળા મંજુર થાય છે. ગત વર્ષે ૩ અંગ્રેજી શાળા અને તેનાઅગાઉના વર્ષે ૨ અંગ્રેજી સ્કૂલને મંજૂરી આપી છે.

આ ઉપરાંત માધ્યમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમના વર્ગો પણ ઘટી રહ્યા છે. દર વષે ૧૫થી ૨૦ વર્ગો ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઘટી રહ્યા છે. બીજીતરફ વાલીઓ કહી રહ્યા છે કે હાલ અંગ્રેજીનું મહત્વ એટલું વધી ગયું છે કે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવું જ પડે. વાલી ગણપતભાઇ કલાલ જણાવે છે કે હાલ અભ્યાસમાં એનસીઈઆરટીના કોર્સ આવી ગયા છે.

જાે બાળકને ગુજરાતીમાં ભણાવીશું તો પણ ચોપડી ઓમાં અંગ્રેજી જ આવવાનું છે તો પછી ગુજરાતીની જગ્યાએ અંગ્રજી માધ્યમ કેમ નહીં. મહત્વનું છે કે, બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવુંએ દેખાદેખીનો જ એક ભાગ છે. અન્યનું બાળક અંગેજીમાં ભણે છે, તો મારું કેમ નહિ આ વિચાર લોકોમાં પણ જાેવ મળી રહ્યોં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.