Western Times News

Gujarati News

કંગના રણૌતનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ ગયું

મુંબઇ, હમેંશા વિવાદોમાં રહેતી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત લાંબા સમય પછી ફરી ચર્ચામાં આવી છે. તેનું ટવિટર એકાઉન્ટ સસ્પેન્ડ થઇ ગયા પછી ઇન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટ મુકનારી કંગનાએ કહ્યું છે કે તેનું ઇન્સ્ટા એકાઉન્ટ ગઇ કાલે રાત્રે કોઇએ હેક કરી લીધું હતું. કંગનાએ આરોપ લગાવ્યો છે કે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની તાલિબાનની પોસ્ટ પછી ચીનથી હેક કરવામાં આવ્યું છે. આ એક આંતરારાષ્ટ્રીય ષડયંત્ર હોવાનું કંગનાએ કહ્યું છે. જાે કે તાલિબાન વિશે કંગનાએ શું પોસ્ટ કર્યું હતું તે જાણવા મળ્યું નથી.

કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ મુકી છે, જેમાં લખ્યું છે કે ગઇ કાલે રાત્રે મને ઇન્સ્ટાગ્રામ પર એલર્ટ આવ્યું કે કોઇએ ચીનથી મારું એકાઉન્ટ હેક કરવાની કોશિશ કરી છે. એ એલર્ટ અચાનક ચાલ્યું ગયુ અને તે પછી બુધવારે સવારે તાલિબાન વિશેની મારી બધી સ્ટોરીઝ ગાયબ થઇ ગઇ હતી.

મારું એકાઉન્ટ પણ બંધ થઇ ગયું હતું. ઇન્સ્ટાગ્રામના લોકો સાથે ફોન પર વાત કરી ત્યારે મારું એકાઉન્ટ ફરી ચાલું થયું. પરંતું હું જેવું કઇ પણ લખવા જાઉં છું તો વારંવાર લોગ આઉટ થઇ જાય છે. આ હેકની મારી સ્ટોરી લખવા માટે મારે મારી બહેનનો ફોન ઉપયોગ કરવો પડયો હતો, કારણ કે તેના ફોનમાં પણ મારું એકાઉન્ટ ઓપન રહેતું હોય છે. કંગનાએ આને મોટું આંતરારાષ્ટ્રીય ષડયંત્ર હોવાનું કહ્યું છે.

કંગના રનૌતનું ટવિટર એકાઉન્ટ માર્ચ મહિનામાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું જે હજુ સુધી ખુલ્યું નથી. એ પછી કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકવાનું શરૂ કર્યું હતું. ટવિટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા પછી કંગનાએ કહ્યું હતું કે હવે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ સસ્પેન્ડ થાય તેની રાહ જાેઉં છું. જાે આવું થશે તો એ મારા માટે બેજ ઓફ ઓનર હશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.